Ahmedabad News: અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ(GSCIIFCL) ગેરકાયદેસર અને નિયમોથી વિપરીત જઈ સભાસદ થઈ ડિરેકટર બનેલા કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા (Kaushik Vekariya) સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા વિધાનસભામાં કોંગ્રેસ (Congress) પક્ષના નેતા અમિત ચાવડાએ (Amit Chavda) માંગ કરી છે.
આ અંગે તેમણે રજીસ્ટ્રાર સહકાર મંડળીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિ હાઉસીંગ મંડળીમાં સભ્ય ત્યારે જ બની શકે તેઓ પોતે ત્યાં મકાન ધરાવતા હોય અને તેનાં ઉદ્દેશો પ્રમાણે કામગીરી કરતા હોય, કૌશિકભાઇ વેકરીયાના કેસમાં મંગળ સોસાયટી, બટારવાડી અમરેલી ખાતે આવેલી છે, જૂની સોસાયટી છે 14 મકાનો છે, અને પોતે રૂમ.250/- ભરીને સભ્ય બનીને ચૂંટણી લડવા આવ્યા છે. હકીકતમાં તેઓ ત્યાં સભ્ય છે જ નહી, માત્ર સાહિત્ય ઉભુ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે.
આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગૃહ, મંડળીના ઓડિટમાં રજીસ્ટર દસ્તાવેજથી મિલ્કત તબદીલ નામફેર કર્યાનાં કિસ્સાઓ ધ્યાનમાં આવે તો તેવા લેખો સહિતની વિગતોની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ પુરી રકમ વપરાયેલ છે કે કેમ ? સરકારના મહેસૂલ વિભાગ, ગાંધીનગર તરફથી વિજીલન્સ ટીમની નિમણૂંક કરવામાં આવેલ છે તેવી ટીમે આવી કોઇ તપાસ કરેલ છે કે કેમ? ગેરકાયદેસર નહી પરંતુ ગુનહિઇત પ્રવૃતિ ધરાવતા માનસવાળી પ્રવૃતિ હોય, તે ફોજદારી ગુન્હો બનતો હોય તો તે પણ રાજય રજીસ્ટ્રાર તરીકે સહકારી હિતને ધ્યાનમાં રાખી આવો ગુન્હો દાખલ કરીને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયાનો પરેશ ધાનાણી સામે વિજય, ધાનાણીએ પરાજય સ્વીકાર્યો
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં ભાજપના આ રાશિના ઉમેદવારોનો દબદબો
