Kutchh News : કેન્દ્ર સરકાર દ્વાર.આયાત નિકાસ માટે રાષ્ટ્ર હિત માટે ઘડાયેલા કાયદાઓનો દુરુપયોગ કરી ગદ્દાર તત્વો મોટી રકમની ડ્યુટી ચોરી કરી દેશને આર્થિક નુકસાન પહોંચાડે છે. આવા દાણચોર તત્વો વિરુદ્ધ કસ્ટમ તંત્ર.દ્વારા કડક પગલાં ભરવાને બદલે મીઠી નજર રખાય છે. જે દેશ માટે નુકસાનકારક છે. સોપારી ની આયાત બાદ હવે કચ્છના મુન્દ્રા તેમ જ કંડલા બંદરે મિસ ડેક્લેરેશન દ્વારા બાસમતી ચોખાની નિકાસનું કૌભાંડ આચરાયું હોવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે ૨૦૦ ક્ન્ટેનર ની તપાસ થઈ રહી છે. ઓર્ગેનિક ચોખાના નામે બાસમતી ચોખા વિદેશ નિકાસ કરાઈ રહ્યા હોવાની માહિતીના આધારે તપાસ થઈ રહી છે.
કેન્દ્ર સરકારે અત્યારે બાસમતી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, સોપારી દાણચોરી પ્રકરણમાં આયાતકાર પેઢી અને ક્સ્ટમ હાઉસ તરફ કસ્ટમનું કૂણું વલણ ચર્ચામાં છે. દાણચોરી જેવા કૃત્ય સાથે દેશ સાથે ગદ્દારી કરનારી વેપારી પેઢીનું લાયસન્સ ફરીથી રીન્યુ કરનાર કોણ એ મુદ્દા સાથે દાણચોરીમાં ઝડપાયેલી પેઢીઓ તેમજ મિસ ડેકલેરેશન નો માલ ક્લિયર કરાવનારા કસ્ટમ એજન્ટો સામે એજન્સીઓની સંયુક્ત તરપાસ થાય અને બેન્ક ખાતાઓની તપાસ થાય તે દેશહિતમાં છે.કસ્ટમ અને ડીઆરઆઈમાં ભ્રષ્ટ અધિકારીઓવિરૂધ્ધ ઝીણવટભરી તપાસ થવી જોઈએ. કેન્દ્ર સરકારઆ મામલે વધુ કડકાઈ દાખવે તે જરૂરી છે.
આ પણ વાંચો: દેશના ટોપ ફાઈવ Smart City રેન્કિંગ્સમાં વડોદરા, અમદાવાદ અને સુરતનો સમાવેશ
આ પણ વાંચો: નીતિ આયોગના રેન્કિંગમાં વડોદરા ગુજરાતમાં ટોચ પર
