Gujarat News/ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષક દિવસે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ-5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે

Top Stories Gujarat

Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે રાજ્યના વિશિષ્ટ પ્રતિભાશાળી 28 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવશે. આ પ્રસંગે શિક્ષણ મંત્રીડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત રહેશે. પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ-5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત આવતીકાલે 28 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના રાજ્ય પુરસ્કાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે આપવામાં આવશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. શાળાનું મકાન એ એક શરીર છે અને તેમાં ભણાવતાં શિક્ષકો તેનો આત્મા છે.

ત્યારે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવી, સમગ્ર સમાજનું જીવનધોરણ સુધારવા માટે પોતાના કાર્યક્ષેત્રના સ્થળે વિશિષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના યોગદાનનું યથોચિત સન્માન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ પુરસ્કારથી કરવામાં આવશે.સન્માન પ્રાપ્ત કરનારા પ્રત્યેક શિક્ષકને રાજ્યપાલના હસ્તે રૂ. 51 હજારનો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી