Ahmedabad News/ અમરાઇવાડીમાં પોલીસ કર્મચારી પર હુમલો, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી લથડી

બે શખ્સોએ પોલીસકર્મી પર કર્યો હુમલો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળતી જતા હોય તેમ લાગી રહ્યું છે. જેમાં પોલીસ કર્મચારી જ હુમલાનો ભોગ બનતા પોલીસ પણ સલામત નથી તે સાબિત થયું છે. આ બનાવની વિગત મુજબ અમરાઈવાડીમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ નીનામા પર હુમલો થયો હતો. બે શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરીને કોન્સ્ટેબલના બાઈકમાં પણ તોડફોડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં નિરજ સરોજ અને પવન પાસી નામના બે શખ્સોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે કોન્સ્ટેબલ પ્રકાશ નીનામાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે પોલીસે હુમલો કરનારા બન્ને આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ કોન્સ્ટેબલ પર શા માટે હુમલો કર્યો ઉપરાંત બન્ને વિરૂધ્ધ અગાઉ ગુનો નોંધાયેલા છે કે કેમ તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં સગીરાના અપહરણના કેસમાં યુવાનને દસ વર્ષની સજા

આ પણ વાંચો:આ તે કેવો અપહરણકર્તા કે બાળક તેને છોડતી વખતે ચોધાર આંસુએ રડ્યો, જાણો કિસ્સો

આ પણ વાંચો:સગીરાનું કર્યુ અપહરણ, માતાપિતાને બોલાવ્યા…નજર સામે ભરી દીધી માંગ