Surat: સુરતના પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિડીયો વાયરલ થયા બાદ SVNIT દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ તેનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે બીજી તરફ સુરત શહેરની વધુ એક શૈક્ષણિક સંસ્થામાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
SVNIT કેમ્પસની અંદર આવેલી હોસ્ટેલમાં ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્ટેલમાં લેપટોપને લઈને બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. અગાઉ પણ આ જ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ જ્યારે મામલો બિચક્યો ત્યારે સિક્યોરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓને પણ માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ખુલાસો! અમેરિકાના રસ્તે થાય છે રેપ અને હત્યા! ‘ડિંકી રૂટ’ માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે…
આ પણ વાંચો: શાંઘાઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનનું પ્રભુત્વ, ‘ડંકી’ મચાવશે ધૂમ
