Rajkot News: સાયબર છેતરપિંડીના કેસમાં હેરાન કરવા અને ધરપકડ ન કરવા માટે રાજકોટના એક વ્યક્તિ પાસેથી રૂ. 10 લાખની લાંચની માંગણી કરનાર મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ દિગંબર પગરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેને પકડવા માટે રાજકોટ ACBની ટીમ છેલ્લા બે દિવસથી મુંબઈના વિવિધ વિસ્તારોમાં ફરી તેને શોધી રહી છે.
ACBની ટીમ હજુ પણ તપાસ માટે મુંબઈમાં છે. મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં વચેટિયા જૈમિન સાવલીયાને રાજકોટમાં રહેતા ફરિયાદીની ધરપકડ ન કરવા અને હેરાન કરવા બદલ PI પાગર વતી રૂ. 10 લાખની લાંચ લેતા 06.09.2024 ના રોજ ACB દ્વારા રેસકોર્સ રીંગ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ આધારે એસીબી દ્વારા લાંચનું છટકુ ગોઠવી દરમ્યાન ફરીયાદી પાસેથી પીઆઇના વહીવટદારે વાતચીત કરી રૂ.10 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રૂ.10 લાખ લાંચના નાણાં સ્વીકારી આરોપી પીઆઇ સાથે લાંચનાં નાણા મળ્યાની ખાત્રી બાબતની ટેલીફોનીક વાતચીત કરાવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી વહીવટદારએ સ્થળ પરથી પકડાઈ જઈ ગુનો કર્યો હતો અને પકડાયેલા જયમીન સાવલીયાની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. તેમજ પીઆઈની ધરપકડ કરવા માટે રાજકોટ ટીમ મુંબઈ જવા રવાના થઈ છે.
વચેટિયાનું એક જ રટણ કે ભૂલ થઈ ગઈ ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસીબીના હાથે પીઆઇનો વચેટિયો લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા ગઈકાલે પીઆઈ દિગંબર પગારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વચેટિયો જયમીન હાલ એસીબી પાસે રિમાન્ડ પર છે તે સતત પોતાની ભૂલ થઈ ગયાનું રટણ કરી રહ્યો છે.
આ પણ વાંચો:રાજકોટની એક વ્યક્તિ પાસેથી મુંબઈના એક ઈન્સ્પેક્ટરના ઈશારે 10 લાખની લાંચ સ્વીકારનારા શખ્સની ધરપકડ
આ પણ વાંચો:એનઓસી આપવા માટે 15 હજારની લાંચ લેતા ભાવનગર ડીઆરએમ ઓફિસના ક્લાર્કની ધરપકડ
આ પણ વાંચો:ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષીની લાંચના આરોપમાં ધરપકડ
