bhavnagar crime/ એનઓસી આપવા માટે 15 હજારની લાંચ લેતા ભાવનગર ડીઆરએમ ઓફિસના ક્લાર્કની ધરપકડ

એસીબીના અધિકારીઓએ અન્ય એક ક્લાર્ક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

Top Stories Gujarat

Bhavnagar News : ભાવનગરમાં ઈલેકટ્રીક કોન્ટ્રાક્ટર અને રેલવે તરફથી આપવામાં આવતી કન્સ્લટન્સીનું કામ કરતી વ્યક્તિ પાસેથી રૂ.15,000 ની લાંચ લેતા ડીઆરએમ ઓફિસના ક્લાર્કની એસીબીએ ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક ક્લાર્કની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ ફરિયાદી સુરેન્દ્રનગરના લીંમડીમાં રેલ્વેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એનઓસી મેળવવા 20 મે 2022 ના રોજ અરજી કરી હતી.

ચાર મહિના અગાઉ આ અરજી ડીઆરએમ ઓફિસ, ભાવનગર આવી ગઈ હોવાનું જણાતા તે એનઓસી લેવા માટે ગયો હતો. જ્યાં એનઓસી ઈશ્યુ કરવાનું કામ કરતા ડીઆરઓમ ઓફિસના નિર્માણ વિભાગમાં કામ કરતા ક્લાર્ક કાળુભાઈ ડી.દુબલ અને ક્લાર્ક પ્રશાંત પંડ્યાએ લાંચની માંગણી કરી હતી અને બાદમાં ધક્કા ખવડાવતા હતા. જકે ઉપિયાદીએ પૈસાની વ્યવસ્થા થશે એટલે પૈસા આપી દેશે કહેતા તેને એનઓસી આપવામાં આવી હતી.

બાદમાં આરોપી કાળુભાઈ દુબલે અવારનવાર પૈસાની માંગણી કરતા ફરિયાદીએ અન્ય આરોપી પ્રશાંત પંડ્યાને એટવાન્સમાં તેના ભાગના પૈસા આપી દીધા હોવાનું જણાવ્યું હતું. તેમછતા ફરિયાદીને એનઓસીના અન્ય કામો અટકાવી દેવાની ધમકી આપી હતી.અંતે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ડીઆરએમ ઓફિસ ભાવનગર ખાતે રેલવે કોમ્યુનિટી હોલની સામે જાળ બિછાવીને રૂ.15,000 ની લાંચ લેતા કાળુભાઈ દુબલની ધરપકડ કરી હતી. જ્યારે પ્રશાંત પંડ્યા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણી મામલો , 4 જિલ્લામાં 242 કરોડ 32 લાખની ચુકવણી , 1 લાખ 19 હજાર ખેડૂતોને સહાય ચુકવાઈ , 4 જિલ્લાના 2 લાખ 21 હજાર ખેડૂતોએ કરી હતી અરજી , જામનગર

આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ગુજરાતના 4000 ગામમાં સર્વે, વરસાદથી પ્રભાવિત 2300 ગામમાં સર્વેની કામગીરી પૂર્ણ, રાજ્યના 9 જિલ્લામાં વરસાદથી પાકને નુકસાન, સર્વે પૂર્ણ થયા બાદ જાહેર કરાશે સહાય

આ પણ વાંચો: અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સહાયની જાહેરાત,જીતુ વાઘાણીએ પ્રેસ કરી આપી માહિતી,મુખ્યમંત્રીના આદેશથી સર્વે પૂર્ણ થયોઃ વાઘાણી,9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ,હેક્ટર