Ahmedabad News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025નું શેડ્યૂલ બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો વેબસાઈટ પર શેડ્યૂલ જોઈ શકે છે. આગામી 23 માર્ચ 2025 ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 નું ટાઈમ ટેબલ જાહેર કયુ છે જેમાં આ પરીક્ષા 23 માર્ચના લેવામાં આવનાર છે પરીક્ષાનો સમય સવારે 10 થી સાંજે ચાર વાગ્યા સુધીનો રહેશે. આ પ્રવેશ પરીક્ષા જિલ્લા કક્ષાના કેન્દ્ર પર લેવામાં આવનાર છે.
GUJCET પરીક્ષા માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 17 વર્ષ હોવી આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોએ ધોરણ 12માં ગણિત અને ભૌતિકશાષા (ફરજિયાત વિષય)નો અભ્યાસ કર્યો હોવો જોઈએ. જ્યારે અન્ય વિષયોમાં કોમ્પ્યુટર, જીવવિજ્ઞાન અને રસાયણશાષા જેવા વિષયોમાં લઘુત્તમ ગુણ 45 ટકા હોવા જોઈએ જ્યારે અનામત શ્રેણી માટે તે 40 ટકા છે.
અરજીઓ 3જી જાન્યુઆરી 2025થી શરૂ થશે અને છેલ્લી તારીખ 2જી ફેબ્રુઆરી 2025 છે. એડમિટ કાર્ડ માર્ચમાં બહાર પાડવામાં આવશે અને આન્સર કી 4 એપ્રિલની આસપાસ રિલીઝ થઈ શકે છે. ફાઈનલ આન્સર કી પણ એપ્રિલમાં આવશે અને તે પછી મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ A અને ગ્રુપ B અને ગ્રુપ AB ના વિદ્યાર્થીઓ દર વર્ષે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે આ પરીક્ષા આપે છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષા પછી, ગુજકેટની પરીક્ષા અંતિમ તબક્કામાં લેવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષા ગુજરાત બોર્ડની પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલ મહિનામાં લેવામાં આવે છે, આ વખતે બોર્ડની પરીક્ષાની વહેલી તારીખને કારણે બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
પરીક્ષા ફોર્મ અને માહિતી પુસ્તિકા ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવશે. આ પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે.
આ પણ વાંચો:આવતીકાલે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
આ પણ વાંચો:લેટ ફી સાથે ગુજકેટ અરજીની તારીખ લંબાવવામાં આવી…
આ પણ વાંચો:પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ
