New Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં CM કેજરીવાલને શરતી જામીન આપ્યા છે. ED કેસમાં તેને પહેલા જ જામીન મળી ચૂક્યા હતા, ત્યારે હવે તેમને CBI કેસમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.
સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોને આધારે કેજરીવાલને જામીન આપ્યા છે. જામીન માટે ED કેસમાં લાદવામાં આવેલી શરતો જ લાગુ પડશે. જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ કોઈ પણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમને ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. વધુમાં, આ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.
આ પણ વાંચો:કેસમાં આગળ વધવા માટે પૂરતા પુરાવા છે, દારૂ કૌભાંડમાં કેજરીવાલ સામે ચાર્જશીટ પર રાઉઝ એવન્યુ કોર્ટ
આ પણ વાંચો:CM કેજરીવાલ સામે કેસ ચલાવવાની LGએ આપી મંજૂરી
આ પણ વાંચો:કેજરીવાલ 5 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે, CBIએ માંગ્યો વધુ સમય, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સ્થગિત
