ધો.10ના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને એક નિશ્ચિત ફોર્મ્યુલા અનુસાર ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓની માર્કશીટ તૈયાર કરવા સુચના આપવામાં આવી છે.
જે અનુસાર ધોરણ 10 ની માર્કશીટ માટે તૈયારી શરૂ કરવામાં આવી હતી, અને રાજ્યની શાળાને સુચના આપવામાં આવી હતી. જે અનુસાર ૧૭ જુન સુધીમાં રાજ્યની તમામ શાળાઓએ વિધાર્થીઓની તમામ વિગતો બોર્ડને મોકલી આપવાની હતી. જે અનુસાર અત્યાર સુધીમાં 8,58,366 વિધાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને મળ્યા છે. માત્ર 22 વિધાર્થીઓના ગુણ હજુ પણ શિક્ષણબોર્ડને મળવાના બાકી છે.
ધો.10ના કુલ 8,58,388 વિધાર્થીઓના પરિણામ તૈયાર કરાશે. 10,962 શાળાને ગુણ અપલોડ કરવા સૂચના અપાઈ હતી.
ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પદ્ધતિ જાહેર
બે ભાગમાં વિદ્યાર્થીઓના માર્ક્સનું કરાશે મુલ્યાંકન
વિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે
ધો.10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ અપાશે
ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 ગુણ મળશે
જૂનના અંતિમ અઠવાડિયામાં પરિણામ જાહેર થશે
શાળાના આંતરિક મુલ્યાંકનના 20 ગુણ રહેશે

