Valsad News: વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજના આચાર્ય સામે કાર્યવાહી કરવાનો શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે. વલસાડની કોમર્સ કોલેજના આચાર્ય ગિરીશ રાણા સામે જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. આચાર્ય ગિરીશ રાણાએ મહિલા પ્રોફેસર સાથે ગેરવર્તન અને જાતીય સતામણી કર્યાની ફરિયાદ કરવામાં આવી હતી.
આચાર્ય ગિરીશ રાણાએ મહિલા પ્રોફેસરને પોતાની ચેમ્બરમાં બોલાવી હતી. જ્યાં તેઓએ મહિલા સાથે બિભત્સ વાત કરી હતી અને મહિલા પ્રોફેસરની શારીરિક રચના અંગે પણ બિભત્સ ટીપ્પણી કર્યાનો આરોપ ગિરીશ રાણા પર લાગ્યો હતો
આશરે સવા વર્ષ બાદ શિક્ષણ વિભાગે કોમર્સ કોલેજના સત્તાધીશોને આચાર્ય સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે. આચાર્યને દોષિત ઠરાવતા તપાસ કમિટીના રિપોર્ટ છતાં કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તેનો પણ શિક્ષણ વિભાગે ખુલાસો માંગ્યો છે. દોષિત આચાર્ય સામે કાર્યવાહી કરવા શિક્ષણવિભાગે કોલેજના ટ્રસ્ટીઓને જાણ કરી છે.
કોલેજના આચાર્ય ગિરીશ રાણાના ત્રાસની ફરિયાદ મહિલાઓ કોલેજના ટ્રસ્ટીઓ સામે પણ કરી હતી. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પુરાવા સામે ફરિયાદ કરાઈ હતી. જેથી કોલેજના ટ્રસ્ટીઓએ તપાસ કમિટી બનાવી હતી. તપાસ કમિટીના રિપોર્ટમાં આચાર્ય ગિરીશ રાણાને દોષિત ઠેરવામાં આવ્યા હતા. જે બાદ પણ ટ્રસ્ટીઓએ કોઈ કાર્યવાહી ન કરતા શિક્ષણવિભાગે કોલેજના ટ્રસ્ટને 3 દિવસમાં કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
આ પહેલા અગ્રણી શૈક્ષણિક સંસ્થા GNLU “વિદ્યાર્થીઓના અવાજને દબાવવા” માટે ગુજરાત હાઇકોર્ટની ફટકારનો સામનો કર્યો હતો. ગુજરાતની લગભગ તમામ સંસ્થાઓ . જાતીય સતામણી ગંભીર મુદ્દાઓને સંબોધવા પ્રત્યે ખૂબ જ ઉદાસીન હોવાનું જણાઈ આવ્યું છે.
રાજ્ય સરકાર સાથેના તાજેતરના ડેટા અને તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાજ્યની લગભગ 100 યુનિવર્સિટીઓમાંથી એક રાજ્યની 2,200 કોલેજોમાંથી માત્ર છ કોલેજોએ યુજીસી અને રાજ્યના શિક્ષણ વિભાગમાં જાતીય સતામણી અંગે 2023-24 માટે ફરજિયાત વાર્ષિક રિટર્નની જોગવાઈ અમલી બનાવી છે.
આ અહેવાલો, જે દર વર્ષે UGC અને રાજ્ય ઉચ્ચ શિક્ષણ સત્તાવાળાઓ પાસે ફાઇલ કરવા આવશ્યક છે, સતામણી વિરોધી પગલાંની અસરકારકતા માપવા માટે મહત્વપૂર્ણ છે. તેઓ નોંધાયેલી ફરિયાદોની સંખ્યા, હાથ ધરવામાં આવેલી જાગૃતિ પહેલ અને આંતરિક ફરિયાદ સમિતિઓ (ICCs) ની કામગીરીની વિગતો આપે છે.
આ પણ વાંચો: સીનિયર મેનેજરે મહિલાની જાતીય સતામણી કરી ધાકધમકી આપી
આ પણ વાંચો: જાતીય સતામણીઃ રાજ્યની કોલેજોમાં પ્રવર્તતી ભારે ઉદાસીનતા
આ પણ વાંચો: પોલીસ બેડામાં ખળભળાટ, એસીપી, જેસીપી અને પીઆઈ બધા જાતીય સતામણીના કેસના સાણસામાં
