Ahmedabad News/ બોલિવૂડની ગુજરાતી અભિનેત્રી ફસાવનારા આંધ્રના ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ

બોલિવૂડ અભિનેત્રી કાદમ્બરી જેઠવાણીનું  (Kadambari Jethwani) શોષણ કરવા બદલ ત્રણ IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાદમ્બરીએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓએ તેને ડરાવી અને ખોટા આરોપમાં 40 દિવસ સુધી તેની અટકાયત કરી, જે બાદ આંધ્ર પ્રદેશ સરકારે આ મામલે મોટી કાર્યવાહી કરી અને ડીજી રેન્કના અધિકારી સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. કાદમ્બરી જેઠવાણીએ તેની સામે શોષણની ફરિયાદ નોંધાવી હતી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: બોલિવૂડ અભિનેત્રી કાદમ્બરી જેઠવાણીનું  (Kadambari Jethwani) શોષણ કરવા બદલ ત્રણ IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાદમ્બરીએ આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓએ તેને ડરાવી અને ખોટા આરોપમાં 40 દિવસ સુધી તેની અટકાયત કરી, જે બાદ આંધ્ર પ્રદેશ સરકારે આ મામલે મોટી કાર્યવાહી કરી અને ડીજી રેન્કના અધિકારી સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. કાદમ્બરી જેઠવાણીએ તેની સામે શોષણની ફરિયાદ નોંધાવી હતી.

ઓગસ્ટમાં કાદમ્બરી જેઠવાણીએ એનટીઆર પોલીસ કમિશનર એસ.વી. ને પત્ર લખ્યો હતો. અને વિધિવત ફરિયાદ નોંધાવી હતી, જેમાં અભિનેત્રીએ કહ્યું હતું કે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા અને ફિલ્મ નિર્માતા વિદ્યાસાગરે ફેબ્રુઆરીમાં તેની વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો. કાદમ્બરી જેઠવાણીએ આક્ષેપ કર્યો હતો કે વિદ્યાસાગરની સાથે ટોચના પોલીસ અધિકારીઓએ મને અને મારા માતા-પિતાને હેરાન કર્યા, તેમની ધરપકડ કરી અને કોઈપણ પૂર્વ સૂચના વિના મુંબઈથી વિજયવાડા લઈ ગયા.

મુંબઈની જેઠવાણીએ જણાવ્યું હતું કે, “પોલીસે મને અને મારા વૃદ્ધ માતા-પિતાને અપમાનિત કર્યા અને મને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધી, મારા પરિવારને 40 દિવસથી વધુ સમય સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેવાની ફરજ પાડી.” 28 વર્ષની કાદમ્બરી જેઠવાણી એક મોડલ અને અભિનેત્રી છે. તેમનો જન્મ અમદાવાદમાં હિન્દુ સિંધી જેઠવાણી પરિવારમાં થયો હતો. તેમના પિતા નરેન્દ્ર કુમાર મર્ચન્ટ નેવી ઓફિસર છે અને માતા આશા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં મેનેજર છે.

કાદમ્બરી જેઠવાણીએ તેમનું શિક્ષણ પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ, માઉન્ટ કાર્મેલ હાઈ સ્કૂલ અને ઉદગમ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ તમામ અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. આ ઉપરાંત તેણે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં પણ ટોપ કર્યું હતું. 12 વર્ષની ઉંમરે તેણે ભરતનાટ્યમમાં વિશારદનું બિરુદ હાંસલ કર્યું. આ ઉપરાંત કાદમ્બરીએ અમદાવાદની પ્રતિષ્ઠિત NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી પણ મેળવી છે. ત્યારબાદ તેની માતાની ટ્રાન્સફરને કારણે તેનો પરિવાર મુંબઈ આવ્યો હતો.

સરકારી આદેશ અનુસાર, ભૂતપૂર્વ ગુપ્તચર વડા પી. સીતારામ અંજનેયુલુ (ડાયરેક્ટર જનરલ રેન્ક), વિજયવાડાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર કાંતિ રાણા ટાટા (ઇન્સ્પેક્ટર જનરલ રેન્ક) અને તત્કાલીન ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (વિજયવાડા) વિશાલ ગુન્ની (પોલીસ અધિક્ષક)ને અભિનેત્રીને ખોટા કેસમાં ફસાવવાના લીધે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતનો ડંકો, ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર, કોમલ ઠક્કરે વધાર્યું ગુજરાતનું ગૌરવ

આ પણ વાંચો: ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ, યુવકને પ્રેમમાં ફસાવી યશ્વી પટેલે પડાવ્યા આટલા લાખ

આ પણ વાંચો: ગુજરાતી અભિનેત્રી ખુશી શાહે જીવનની વાસ્તવિકતા પર પાડ્યો પ્રકાશ, જાણો શું કહે છે