Bharuch/ ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાન પર કરાયો હુમલો

ભરૂમાં પોલીસ જવાન પર હુમલો કરાયો. પોલીસ જવાન ગણેશ વિસર્જનના બંદોબસ્તની કામગીરીમાં દરમ્યાન આ ઘટના બનવા પામી.

Gujarat Top Stories Others

Bharuch News: ભરૂમાં પોલીસ જવાન પર હુમલો કરાયો. પોલીસ જવાન ગણેશ વિસર્જનના બંદોબસ્તની કામગીરીમાં દરમ્યાન આ ઘટના બનવા પામી. ગણેશ વિસર્જન સમયે ધારદાર હથિયાર વડે પોલીસ પર એક ઇસમે હુમલો કર્યો. જો કે પોલીસે સતર્કતા દેખાડતા હુમાલાખોર પર નિયંત્રણ કરવામાં આવ્યું. આ બનાવમાં ઘાયલ પોલીસને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પોલીસે હુમલાખોરને દબોચી લીધો.

ગઈકાલે દેશભરમાં અનંતચતુદર્શીના દિવસે ધૂમધામથી ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં લોકોની ભારે ભીડનો ઘસારો હોય છે. આ માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ દુર્ઘટના ના બને માટે વધુ પોલીસ તૈનાત કરવામાં આવી. પરંતુ  ભરૂચમાં ગણેશ વિસર્જનની ઉજવણીમાં બંદોબસ્તમાં તૈનાત પોલીસ પર જ એક શખ્સે હુમલો કર્યો. આ બનાવની નોંધ લેવામાં આવી છે. પોલીસ આ શખ્સને દબોચી લેતા આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધનીય છે કે ગણેશ ઉત્સવ તહેવારની આરંભમાં ભરૂચમાં બે કોમના ટોળા સામ-સામે આવી ગયા. એક કોમના ટોળાઓ પથ્થરમારો કરતા વાહનોમાં મોટાપાયે તોડફોડ કરી નુકસાન પંહોચાડ્યું. ભરૂચમાં કોમી તંગદિલીના પગલે પોલીસે ત્વરિત કામગીરી દાખવતા કુલ 17ની ધરપકડ કરી છે. તેની સાથે તેમની સામે કેસ પણ નોંધવામાં આવ્યા છે. આ પથ્થરમારામાં બેને ઇજા થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ

આ પણ વાંચો: ગુજરાત પર ફરી વરસાદી આફતના વાદળ, ભરૂચનું આસરમા ગામ બેટમાં ફેરવાયું

આ પણ વાંચો: ભરૂચમાં સાપ કરડ્યા પછી બાળકને હોસ્પિટલના બદલે ભૂવા પાસે લઈ જવાતા મોત