Valsad News/ ધરમપુરના બે કોંગ્રેસી અગ્રણીઓ ભાજપના સભ્ય બનતાં રાજકારણ ગરમાયું

તે વખતે તેમની જાણ અને સંમતિ વિના તેમના મોબાઈલથી ભાજપના સભ્ય નોંધણી અભિયાનમાં જોડી અને તેમને ભાજપના સભ્ય બનાવી દીધા હતા. આમ

Top Stories Gujarat Breaking News

Valsad News: દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપના સભ્ય નોંધણી અભિયાનને લઇને અનેક વિવાદો પણ સામે આવી રહ્યા છે. એમાં વધુ એક વિવાદ વલસાડ (Valsad) જિલ્લામાં શરું થયો છે. જેમાં વલસાડના ધરમપુરના (Dharampur) બે કોંગ્રેસી અગ્રણીઓ કોંગ્રેસ સેવા દળના વલસાડ જિલ્લા પ્રમુખ રમેશ પટેલ અને કોંગ્રેસના માજી કારોબારી સભ્ય રાજેશ પટેલ પણ ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમ્યાન ભાજપ સાથે જોડાયા હોવાના ફોટા સાથે સોશિયલ મીડિયામાં ચર્ચા થવા પામી છે.

કોંગી અગ્રણીઓની કથિત ભાજપના સભ્ય બન્યા હોવાની ચર્ચાએ જોર પડકડતા આખરે કોંગ્રેસ અગ્રણીઓએ આ મુદ્દે ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપ કર્યા છે. તેમના મતે તેમના મોબાઈલ દ્વારા સંમતિ વિના તેમને ધારાસભ્યએ તેમની જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા. આમ કોંગી અગ્રણીઓના ભાજપની સભ્ય નોંધણી અભિયાનમાં આક્ષેપથી રાજકારણ ગરમાયું હતું અને બંને પક્ષો તરફથી આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભાજપના સભ્ય નોંધણી અભિયાન દરમ્યાન વલસાડ જિલ્લાના સેવા દળના પ્રમુખ રમેશ પટેલ અને ધરમપુરમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ પણ ભાજપના આ સભ્ય નોંધણી અભિયાન દરમ્યાન ભાજપના સભ્ય બન્યા હોવાના ફોટા અને મેસેજ વાયરલ થતાં રાજકારણ ગરમાયું હતું.

આ મામલે ચર્ચાઓ વધતા આખરે કોંગ્રેસ અગ્રણીઓ રમેશ પટેલ અને રાજેશ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા હતા અને તેઓએ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાના વાઇરલ થયેલા ફોટા અને મેસેજ અંગે ખુલાસો અને આક્ષેપ કરતો વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ધરમપુરમાં તેઓ બન્ને અલગ અલગ સમય અને સ્થળ પર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને મળ્યા હતા.

તે વખતે તેમની જાણ અને સંમતિ વિના તેમના મોબાઈલથી ભાજપના સભ્ય નોંધણી અભિયાનમાં જોડી અને તેમને ભાજપના સભ્ય બનાવી દીધા હતા. આમ કોંગી અગ્રણીઓએ ભાજપના સદસ્યતા અભિયાન અને ધારાસભ્ય અરવિંદ પટેલ પર આક્ષેપો કર્યા હતા. આ મામલે કોંગી અગ્રણીના સોશિયલ મીડિયામાં ફરતા થયેલા ખુલાસા અંગે ધારાસભ્ય અરવિંદ પટેલ પણ સામે આવ્યા હતા અને તેઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી કોંગ્રેસ અગ્રણીઓ રમેશ પટેલ અને રાજેશ પટેલ તેમને મળ્યા હતા.

તે વખતે જ તેઓ સ્વેચ્છાએ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાના અને ભાજપના સભ્ય બન્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે હવે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા અને રાજકારણ ગરમાયું હોવાથી કોંગી અગ્રણીઓ હવે પોતાની વાત પરથી ફરી અને ભાજપ અને ધારાસભ્ય પર ખોટા આક્ષેપો કરી રહ્યા હોવનો બચાવ કર્યો હતો. આમ દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક વિવાદો પણ સામે આવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લાના આ વિવાદથી હવે જિલ્લામાં પણ રાજકારણ ગરમાયું છે.

@મયુર જોષી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપનું સભ્યપદ અભિયાન વિસનગરમાં સરકારી હોસ્પિટલના દર્દીને પણ ન છોડ્યો

આ પણ વાંચો:કાંકરેજ MLA અમૃતજી ઠાકોરે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર, શાળાના કેટલાક શિક્ષકો બન્યા ભાજપના સભ્ય

આ પણ વાંચો:હરિયાણામાં ભાજપ સામે કોંગ્રેસ અને આપનો મોરચો, છતાં બેઠકો મામલે ફસાયો પેચ