અમદાવાદ : શહેરમાં ગરમીની સિઝનની શરૂઆત સાથે જ બીમારીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ગરમીની સિઝનમાં પાણીજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો. પ્રદૂષિત પાણીની ફરિયાદો વધવા સાથે ઝાડા-ઉલટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા સહિત પાણીજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. આજથી ચૈત્રી નવરાત્રીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે તહેવારોની ઉજવણીમાં લોકો વધુ ને વધુ છાશ અને જ્યુસ જેવા પીણાંનુ સેવન કરતા હોય છે. ગરમીમાં ઠંડા પીણાનું સેવન કેટલીક વખત નુકસાનકારક બની શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ પ્રથમ દિવસોમાં ઝાડા-ઉલટીના 331 કેસ નોંધાયા.
એપ્રિલ મહિનો શરૂ થતા તાપમાનમાં વધારો જોવા મળ્યો. ગરમી વધવા સાથે શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે. એપ્રિલ મહિનામાં 6 દિવસની અંદર ઝાડા-ઉલટીના 85 ટકા, કમળાના 46, ટાઈફોઈડના 68 અને કોલેરના 3 કેસ તેમજ સ્વાઈન ફલૂના 49 કેસ નોંધાયા. શહેરમાં અમરાઈવાડી, વટવા અને દાણીલીમડામાં પાણીજન્ય રોગચાળાના વધુ કેસ નોંધાય હોવાનું સામે આવ્યું છે. આ સાથે શહેરમાં મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના 6 કેસ નોંધાયા છે.
શહેરમાં પાણીજન્ય રોગચાળો વધતા AMCએ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. AMCએ શહેરમાં વધતા રોગચાળા સામે કાર્યવાહી કરતા વિવિધ સ્થાનો પરથી પાણીના સેમ્પલ લેવા આવ્યા તેમજ પાણીપુરી, આઈસ ગોલા અને શરબત ઉપરાંત ઠંડાપીણાંના સેમ્પલ ટેસ્ટ માટે લીધા. ચાલુ વર્ષે જાન્યુઆરીથી તા.6 એપ્રિલ સુધીમાં સ્વાઈન ફલૂના 430 કેસ નોંધાયા છે. સરકારી અને ખાનગી દવાખાનામાં શરદી, ખાંસી, વાઈરલ ફિવરની દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે. તેમજ લોકોને સામાન્ય લાગતી શરદી મટવામાં પણ ખાસા દિવસો થઈ રહ્યા છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું
