આ પહેલી વખત નથી કે ‘યે હૈ મોહબ્બતે’ નું શૂટિંગ વિદેશમાં થઈ રહ્યું છે. અગાઉ પણ આ સીરિયલનું શૂટિંગ ઑસ્ટ્રેલિયામાં થઇ ગયું છે. ફિલ્મોમાં વિદેશી સ્થળો ઘણીવાર જોવામાં આવે છે પણ ટેલિવિઝન સિરિયલોમાં વિદેશમાં જઈને શૂટિંગ કરવું એ ઘણી ઓછી વખત જોવા મળતું હોય છે. પરંતુ પ્રખ્યાત અભિનેત્રી એકતા કપૂર પોતાની સીરીયલના એપીસીઓડ્ઝ અને તેની લાઈફ વધારવા માટે તે ફરીથી કલાકારોને લાઈને વિદેશમાં શૂટિંગ કરવા માટે નીકળી ગઈ છે. હા એ વાત સાચી છે કે એકતા કપૂરની સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ ની સમગ્ર ટીમ બુડાપેસ્ટમાં શૂટ કરવા માટે નીકળી ગઈ છે.
સૌથી વધારે રસ ધરાવતી વાત એ છે કે શૂટિંગ માટે રાવાના થયેલી સમગ્ર ટીમની સાથે સીરીયલના બંને મુખ્ય કલાકારો એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ તેમના રીયલ લાઈફ પાર્ટનરો ને પણ સાથે લઈને નીકળયા છે. આ શૂટિંગ દરમિયાન કરણની પત્ની અંકિતા ભાર્ગવ અને દિવ્યાંકાના પતિ વિવેક દહિયાં પણ તેમની સાથે છે. બુડાપેસ્ટ પહોંચ્યા પછી આ ટીમ ખૂબ જ મસ્તી ભર્યા અંદાઝમાં જોવામાં આવી હતી.
