Not Set/ ચૂંટણી જાહેર થતા ‘વોટ ન માંગવા’ના બોર્ડ એકટીવ

સુરેન્દ્રનગર ચૂંટણી જાહેર થતા નેતા દ્વારા લાલચ અને જ્ઞાતિવાદ ઉભો કરીને મત માગનારા સામે લખતરના મફતિયાપરા વિસ્તારના લોકો દ્વારા બોર્ડ મૂકી મત ના માંગવા સામે બોર્ડ લગાવ્યું. લખતર ના મફતીયાપરા વિસ્તારના લોકો છેલ્લા 30 થી 35 વર્ષથી રહેવા છતાં તેમના વિસ્તારમાં જુદીજુદી પાર્ટી અને નેતા દ્વારા જુદાજુદા પ્રલોભન આપીને મત લઈ પાંચ વર્ષ સુધી છુમંતર […]

Gujarat

સુરેન્દ્રનગર

ચૂંટણી જાહેર થતા નેતા દ્વારા લાલચ અને જ્ઞાતિવાદ ઉભો કરીને મત માગનારા સામે લખતરના મફતિયાપરા વિસ્તારના લોકો દ્વારા બોર્ડ મૂકી મત ના માંગવા સામે બોર્ડ લગાવ્યું. લખતર ના મફતીયાપરા વિસ્તારના લોકો છેલ્લા 30 થી 35 વર્ષથી રહેવા છતાં તેમના વિસ્તારમાં જુદીજુદી પાર્ટી અને નેતા દ્વારા જુદાજુદા પ્રલોભન આપીને મત લઈ પાંચ વર્ષ સુધી છુમંતર થઈ જનારા લોકો ને ચેતવણી આપી છે કે દારૂ રૂપિયા અને અન્ય ચીજ વસ્તુનું પ્રલોભન આપી અમારા વિસ્તાર માં મતની ભીખ માંગવા આવવું નહીં. જ્ઞાતિજાતિના ભેદભાવ કરી અમારા વિસ્તારની એકતા તોડનારાઓએ અમારા વિસ્તારમાં મતની ભીખ માંગવા આવવુ નહિ.  અમારી સાથે રહી પાછળ થી અધિકારીઓ પાસેથી રૂપિયા પડાવનારાઓએ અમારા વિસ્તારમાં મતની ભીખ માંગવા આવવું નહિ આ વિસ્તારના લોકો અતિ પછાત અને સરકાર દ્વારા જ વિકસાવ્યો હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત હોય રોષે ભરાય અને ગત ચોમાસામાં ભારે પરેશાનીનો સામનો કરેલ હોય તંત્ર સામે ભારે નારાજ છે આથીજ આ લોકો દ્વારા આ બોર્ડ મુકવામાં આવ્યું છે.