બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખાની સ્ટાઇલ અને સુંદરતાના આજે પણ લાખો ચાહકો છે. આજે પણ, સુંદરતાની દ્રષ્ટિએ, રેખા આજની અનેક છોકરીઓ ને જબરજસ્ત ટક્કર આપ શકે છે
https://www.instagram.com/p/CCtoOHXJV6U/?utm_source=ig_embed&ig_rid=5efda749-d0d2-4f57-baae-65909f996fe2
સદાબહાર અભિનેત્રી રેખા મોટાભાગે સુંદર સાડીઓમાં જોવા મળે છે. કોઈ એવોર્ડ શો હોય કે ફિલ્મ પાર્ટી, દરેક પ્રસંગે રેખા સાડી પહેરેલી જોવા મળે છે. તેમની પાસે સાડીઓનો અદભૂત સંગ્રહ છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
https://www.instagram.com/p/Bq8vGSUlhFl/?utm_source=ig_embed&ig_rid=99782510-c404-4239-a434-6055941e4e7c
જો ફિલ્મ ઉદ્યોગમાં કોઈની પાસે સાડી સંગ્રહ છે, તો તે સદાબહાર રેખા પાસે છે. જોકે, રેખા ઘણાં વર્ષોથી તેના અભિનય માટે પ્રખ્યાત છે. પરંતુ તેની સુંદરતા આજે પણ સદાબહાર છે. કહેવાય છે કે ઉમરનો આંક રેખ અંતે માત્ર આં બનીને ઉભો છે આ અંક ની તેણી ઉમર પર કોઈ અસર જોવા મળતી નથી.
https://www.instagram.com/p/BgQwrseh7pQ/?utm_source=ig_embed&ig_rid=3747a337-bedb-44a7-ad75-d44684647d29
રેખા પોતાના સિગ્નેચર લુક સાથે સમયે સમયે ફેશનની નવી વ્યાખ્યા પણ તેના ચાહકોને શીખવતી રહે છે. રેખા પાસે કાંજીવરમ રેશમની સાડીઓથી સુંદર બનારસી સાડીઓનો સારો સંગ્રહ છે. ઉંમરના આ તબક્કે પણ રેખા આ સાડીઓમાં સુંદર લાગે છે. રેખાની ડિઝાઇનર સાડીઓ સામે બોલિવૂડની ઘણી સુંદરીઓનો લૂક ઝંખવાઈ જાય છે.
https://www.instagram.com/p/BV4ugVwBfl0/?utm_source=ig_embed&ig_rid=ea0d7aec-0509-4141-a62e-42f725856c27
રેખાએ તેના વોર્ડરોબ કિંમતી રેશમની સાડીઓથી સજાવી રાખ્યો છે. પરંતુ અભિનેત્રી સિલ્ક એમ્બ્રોઇડરી સાડીઓ પણ વધુ પસંદ કરે છે. રેખા હંમેશા તેની ફેશન માટે ચાહકોના હૃદયમાં રહે છે. ભલે તે અન્ય અભિનેત્રીઓની જેમ વેસ્ટર્ન આઉટફિટ્સમાં ભાગ્યે જ જોવા મળે, તેના ચાહકો રેખાના ટ્રેડિશનલ લુકના દિવાના છે.
આવી સ્થિતિમાં હવે જો તમે પણ આ લગ્નની સિઝનમાં સાડીઓ શોધી રહ્યા છો, તો તમે રેખાના સાડી કલેક્શનમાંથી પ્રેરણા લઈ શકો છો. તેની પાસે દરેક રંગની સાડીઓ છે પરંતુ તે મોટાભાગે ગોલ્ડન રેશમની સાડીઓમાં તેની સુંદરતાને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
