Valsad News: વલસાડમાં થોડા દિવસ પહેલા હાઈવે પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ થયો હતો. નોંધનીય છે કે, નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટના ઇવેન્ટનું આયોજન થયું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાઇક સ્ટંટ શોનું આયોજન કરવું એ લોકોને ભારે પડ્યું છે.
સોશિયલ મીડિયામાં વીડિયો થયા વાયરલ ડુંગરી પોલીસ દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. ઇવેન્ટના આયોજક અને બાઇકર સામે ગુનો નોંધાયો છે. પોલીસે નવ લોકો સામે ગુનો નોંધ્યો છે.
રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોની ભીડ વચ્ચે બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા હતા. સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવાના મેઇન ટ્રેક પર બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા હતા. વલસાડ નજીક ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈપણ જાતની પરવાનગી વગર આ શો યોજાયો હતો.
આ પહેલાં નવસારીમાં બાઈક પર જોખમી સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થયો હતો. ચીખલીના અગાસી ગામે યુવાનોએ બાઈક પર સ્ટંટ કરતાં સ્ટંટમાં એક યુવાનને ગંભીર અકસ્માત નડયો છે. મજા માણવા ગયેલા યુવાનોને સજા મળી હતી.
આજકાલ યુવાનોને રીલ બનાવવી, જોખમી સ્ટંટ કરવાનો શોખ ચડ્યો છે. નવસારી જીલ્લામાં ચીખલી તાલુકાના અગાસી ગામે સ્ટંટ કરતા કરતા બાઈક ચલાવતા હતા. સ્ટંટ કરતા યુવાનોને રોકવા ગયેલ પોલીસ કર્મી પર યુવાનોએ હુમલો કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં, યુવાનને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
થોડા સમય અગાઉ એક છોકરો બાઇક પર છોકરીને પાછળ બેસાડી છે અચાનક જ તેજ ગતિએ સ્ટંટ કરવા લાગ્યો હતો. બાઈકના ટાયરને હવામાં ઉચકતા પાછળ બેસેલી યુવતી જોરથી નીચે પટકાઈ હતી. યુવતી અને યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જામનગરમાં જાહેર રોડ પર સુતા સુતા બાઇક ચલાવવાનો સ્ટંટ કરનાર ને સ્ટંટ કરવો ભારે પડ્યો
