Bhavnagar News/ ભાવનગરમાં SOGએ 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું

મેથાએમ્ફટામાઇન ડ્રગ્સના સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા છે.

Top Stories Gujarat

Bhavnagar News: ભાવનગરમાં SOGએ (Bhavnagar SOG) ઝડપેલ ડ્રગ્સની (Drugs) તપાસ પૂર્ણ થઈ છે. ત્રણ ઇસમને 70.82 ગ્રામના ડ્રગ્સ સાથે ઘોઘાના કુડા ચોકડી પાસેથી ઝડપ્યા છે,  ઈસમો સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી એસઓજીએ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ SOG દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશને (Ghogha Police Station) ગુનો રજિસ્ટર કરાવ્યો છે. ઇકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી, જયેશ ગોહેલને ઝડપી લીધા છે.  3 ઈસમો સાથે 7,232,00નો મુદ્દામાલ પણ કબ્જો કર્યો છે. મેથાએમ્ફટામાઇન ડ્રગ્સના સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ હતા.

જેના અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા ઇસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલી હતી.

રાજકોટ શહેરમાં એસઓજીએ બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતી વખતે થઈ રહેલી કારમાં હેરાફેરી વખતે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. કારમાંથી  1.83 લાખનો ડ્રગ્સ સાથે કાર જપ્ત કરવામાં આવી હતી. 18.34 ગ્રામ ડ્રગ્સ કિંમત રૂ. 1.83 લાખ અને કાર સહિત રૂ. 3.43 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ત્રણ દિવસમાં SOG ને મળી ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા

આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું

આ પણ વાંચો:ભાવનગર SOGએ ગાંજાના જથ્થા સાથે 2ને ઝડપ્યા