Junagadh News: જુનાગઢમાં SOGએ ડ્રગ્સ સાથે બે યુવતી સહિત ત્રણને ઝડપી પાડયા છે. ત્યારે માંગરોળમાં ડ્રગ્સ ની સપ્લાય કરે તે પહેલા જ ધરપકડ કરી લીધી હતી. આપને જણાવી દઈએ 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.જેની સાથે મહારાષ્ટ્રની બે યુવતીઓ અને ધોરાજી ના યુવકની ધરપકડ કરાઈ છે. માહિતી અનુસાર બાઈક પર યુવક અને યુવતીઓ ડ્રગ્સ ની સપ્લાય કરવા જતા હતા જ્યાં SOGએ 2.39 લાખ નો ડ્રગ્સ સહિત 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણ દિવસમાં SOG ને આ ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા મળી છે.જેમાં ઇમરાન મતવા, મહારાષ્ટ્રની અરીસા શેખ અને તાસીફા ખાનની ધરપકડ કરાઈ છે.
આ પહેલા પણ MPમાંથી ઝડપાયેલ ડ્રગ્સ ગાડીના છેડા અમદાવાદ-ગાંધીનગર અને ભાવનગર થઈને વડોદરા સુધી અડ્યા હતા. વડોદરાના રાવપુરા વિસ્તારમા આવેલી ક્લોરોફિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ અભિયાન હાથ ધર્યુ હતુ. કંપનીના વેરહાઉસમાં દરોડો પાડીને ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડીન ફોસ્ફેટની 850 બોટલો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી.
આ સિવાય અમદાવાદ પોલીસે કાલુપુર પાસેથી આશરે 1 લાખ 71 હજારનો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રઉફ કુરેશી અને મોહમ્મદ વાસીમની ધરપકડ કરીહતી . જ્યારે બંને આરોપીને ડ્રગ્સ આપનાર સલમાનની પોલીસે શોધખોળ આદરી હતી. પોલીસને બાતમી મળી હતી કે કાલુપુર પાસે બે લોકો ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ બાદ પોલીસે સાદી વર્દીમાં વોચ રાખીને નશીલા પદાર્થનું વેચાણ કરનાર બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં તપાસ આદરી છે.
આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી
આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ
આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ