Jammu Kashmir News: 2019ના પુલવામા આતંકી હુમલાના 32 વર્ષીય આરોપીનું જમ્મુની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આ માહિતી એક અધિકારીએ આપી છે.
2019માં પુલવામામાં મોટો આતંકી હુમલો થયો હતો
જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર લેથપોરા પાસે આતંકવાદીઓએ CRPFના કાફલાને IED બ્લાસ્ટથી નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વાસ્તવમાં સીઆરપીએફ જવાનોની બસ એક રૂટ પર જઈ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો.
શહીદ થયેલા જવાનો સીઆરપીએફની 54 બટાલિયનના હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના ટુકડા થઈ ગયા હતા. સેનાનો આ કાફલો જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો.
32-year-old accused in 2019 Pulwama terror attack dies of heart attack in Jammu hospital: Officials
— Press Trust of India (@PTI_News) September 24, 2024
ભારતે જડબાતોડ જવાબ આપ્યો
ભારતે પુલવામા હુમલાના 12 દિવસ બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે 3 વાગ્યે પુલવામા હુમલાનો બદલો લીધો હતો. ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 લડાકુ વિમાનોએ નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી અને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓ પર ઝડપી હુમલા કર્યા.
આ દરમિયાન આતંકીઓના ઠેકાણાઓ પર મોટી સંખ્યામાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. પીએમ મોદી આ એર સ્ટ્રાઈક પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. મિશન પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ NSA અજીત ડોભાલ, તત્કાલીન વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ સહિત તમામ સૈનિકોની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો:અવંતીપોરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, યુએસ બનાવટની મળી રાઈફલ
આ પણ વાંચો:કાશ્મીર ખીણમાં ઓપરેશન ઓલઆઉટ ચાલુ, સુરક્ષા દળોએ 24 કલાકમાં 4 આતંકવાદીઓને ઠાર કર્યા
આ પણ વાંચો:સુરક્ષા દળોએ અવંતીપોરામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા, આતંકવાદીઓ પાસેથી AK-47 મળી
