Surendranagar News/ પાટડી નગરમાં ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહીમામ

ભૂગર્ભ ગટર ન હોવાથી શિવમ્ સોસાયટીના રહીશોએ પાલિકા ખાતે હલ્લાબોલ…ચારેય તરફ ઉભરાઈ રહી છે ભુગર્ભ ગટર તો ક્યાંક ગટર વ્યવસ્થા જ નથી

Top Stories Gujarat

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરમા ભુગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીથી‌ નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ શિવમ્ સોસાયટીમા ભૂગર્ભ ગટર ન હોવાના કારણે દૂષિત પાણી નિકાલ કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આથી સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં પાટડી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા નિરાકરણ લાવવામા નથી આવી રહ્યુ આ બાબતે પાટડી નગરપાલિકાના પ્રમુખ દ્વારા થોડા સમયમાં સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવશે તેવી હર્યા ધારણા આપવામાં આવી છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી પાટડી નગરની જનતા ભુગર્ભ ગટરના ઉભરાતા પાણીથી ત્રસ્ત થઈ ઉઠી છે. પાટડી નગરના વિરમગામ દરવાજા બહાર,ઈન્દિરાનગર,વેલનાથનગર,કલાડા દરવાજા સહિત ચારેય દિશામાં ભૂર્ગભ ગટરના નીરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ નથી આવી રહ્યુ તો બીજી તરફ શિવમ્ સોસાયટીમા ભૂગર્ભ ગટર ન હોવાથી પાણી નિકાલ માટે સમસ્યા ઉદ્ભવી રહી શીવમ્ સોસાયટીની મહિલાઓની ધિરજ ખુટતા પાટડી નગરપાલિકાએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાલિકા પ્રમુખની સામે રોષ ઠાલવી સંભળાવ્યું હતુ કે તમને પ્રજાની સમસ્યાના નિરાકરણ માટે બેસાડ્યા હોવા છતાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવી શકતા નથી.

તમે માત્ર મત લેવા જ આવો છો કહી બળાપો ઠાલવ્યો હતો જ્યારે પાટડી નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નજીકના સમયમાં ભુગર્ભ ગટર યોજનાની બીજા તબક્કાની ગ્રાન્ટ આવવાની છે તેમાં ભૂગર્ભ ગટર બનાવી આપવામાં આવશે અને આથી જલ્દીથી જલ્દી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતુ અને તાત્કાલિક પાલિકાના કર્મચારીને મોકલી વૈકલ્પિક રીતે સમસ્યાનું નિવારણ લાવવામાં સુચના આપવામાં આવી હતી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના મુખ્યમંત્રીએ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-પાણી પુરવઠા-ભુગર્ભ ગટર યોજનાના કામો માટે કુલ રૂ. 114.68 કરોડ મંજૂર કર્યા

આ પણ વાંચો:ભુગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન 

આ પણ વાંચો:થાનગઢ શહેરનાં વોર્ડ નં 2 માં ભુગર્ભ ગટરોનું પ્રદૂષિત પાણી બહાર આવ્યુ, રજૂઆત કરવા લોકો પાલિકા પહોંચ્યા