- પવારને ધમકી આપનાર બિહારનો રહેવાસી
- પવારને ધમકી આપનાર માનસિક રીતે બીમારઃ પોલીસ
- પવારને ધમકી આપવા પાછળનું કારણ હજી મળ્યું નથી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મળતી માહિતી મુજબ, સિલ્વર ઓક ખાતે પવારના ઘરે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો અને પવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે તેને મુંબઈના દેશી કટ્ટાથી મારી નાખીશ.
સૂત્રોએ જણાવ્યું કે ફોન કરનારે હિન્દીમાં ધમકી આપી હતી. શરદ પવારના બંગલામાં તૈનાત પોલીસ ઓપરેટરની ફરિયાદના આધારે ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ગઈ કાલે એનસીપી ચીફ પવારનો જન્મદિવસ હતો અને આજે જાનથી મારી નાખવાની ધમકીઓ મળતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિની પણ ઓળખ થઈ ગઈ છે. ધમકી આપનાર વ્યક્તિ બિહારનો રહેવાસી છે.
ધમકી બિહારથી મળી છે
ધમકી આપનાર વ્યક્તિનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું છે. સંબંધિત વ્યક્તિ બિહારનો રહેવાસી હોવાનું કહેવાય છે. ધમકી આપનારનું નામ નારાયણ સોની જણાવવામાં આવી રહ્યું છે. ફોન નંબર પરથી લોકેશન ટ્રેસ કરીને પોલીસ આરોપીને પકડવા નીકળી છે. બીજી તરફ શરદ પવારની ઓફિસમાંથી મળેલી માહિતી મુજબ ફોન કરનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર છે. તે અગાઉ પણ એક વખત આવી ધમકીઓ આપી ચૂક્યો છે. ત્યારબાદ પોલીસે તેને પણ કસ્ટડીમાં લીધો હતો.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શરદ પવારને ધમકી આપનાર વ્યક્તિ હિન્દીમાં વાત કરી રહ્યો હતો. તે કહેતો હતો કે દેશી બનાવટની પિસ્તોલથી તેઓને મારી નાખશે. પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કારણ બહાર આવ્યું નથી. હાલમાં, પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 294, 506(2) હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચોઃ
