DevBhumi Dwarka News : આ કેસની વિગત મુજબ આ બનાવના ફરીયાદીએ પોતાનું પાનકાર્ડ ખોવાઈ જતા બીજુ પાનકાર્ડ ઓન-લાઇન કઢાવ્યું હતું. તે દરમ્યાન પોતાનું જુનુ પાનકાર્ડ મળી જતા ફરીયાદીશ્રી પાસે પોતાના નામના બે પાનકાર્ડ થઇ ગયા હતા. જેથી પોતે પોતાનું નવુ પાનકાર્ડ રદ કરાવવા ઇન્કમટેક્ષ કચેરી, દ્વારકા ખાતે જતા દ્વારકા ઈન્ક્મટેક્સ કચેરીના ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર સુનિલકુમાર એ.મીનાએ બે પાનકાર્ડ ધરાવવા માટે પેનલ્ટી અને જેલની સજા થઇ શકે તેમ કહેતા ફરીયાદીએ પોતાને આવી કોઇ નોટીસ મળેલ નથી અને પોતે સામેથી બીજુ પાનકાર્ડ રદ કરાવવા આવેલ છે, એમ જણાવ્યું હતું.
તેમ છતા આરોપી મીનાએ રૂપીયા ૧૦,૦૦૦/- પેનલ્ટી થશે તે ભરવી ન હોય તો તેના રૂ.૩,૦૦૦/- લાંચ પેટે માંગેલ જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીએ દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીસુનિલકુમાર મીનાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૩,૦૦૦/- માંગી, ઈન્ક્મટેક્સ કચેરી દ્વારકા ખાતે સ્થળ ઉપર ઝડપાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગુન્હાહિત ગેરવર્તણુક આચરી ગુન્હો કરેલ છે.

આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું
આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..
આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ
