Sabarkantha News/ હિંમતનગર હાઈવે પર ઈનોવા કારનો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં 7ના મોત અને 1 ઘાયલ

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિમંતનગર હાઈવે (Himmantnagar Highway) પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો.

Top Stories Gujarat Others

Sabarkantha News: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિમંતનગર હાઈવે (Himmantnagar Highway) પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો. હિંમતનગર હાઈવે પર વહેલી સવારે એક કાર ટ્રેલરના ભાગમાં ઘૂસી જતા ભયંકર અકસ્માત થતાં ઘટનાસ્થળ પર જ 7 લોકોના મોત થયા જયારે 1ની હાલત વધુ ગંભીર છે. શામળાજીથી અમદાવાદ આવતી ઇનોવા કારનો હિમંતનગર હાઈવે પર સહકારી જીન નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલર પાછળ ઘૂસનાર કાર નો કચ્ચરગાણ નીકળી ગયો. પોલીસનો કાફલો ઘટના સ્થળે પંહોચી વધુ તપાસ હાથ ધરી. હિમંતનગર હાઈવે પર થયેલ ભયાનક અકસ્માતની માહિતી મળતા જ 108 સહિત પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પંહોચી હતી.

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ ઇનોવા કારનો નંબર GJ01RU0077નો સવારે અકસ્માત થયો.  આ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકો અમદાવાદના રહેવાસી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોમાંથી 7 લોકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગે કારને કાપી તમામ મૃતદેહો બહાર કાઢ્યા. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસ કાર નંબર પરથી મૃતકોના નામ અને વધુ માહિતીની કામગીરી કરી રહી છે. ઉપરાંત પોતાની તપાસમાં પોલીસ અકસ્માતનું કારણ જાણી આગળની કાર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હિંમતનગરનું ગામડી ગામ બન્યું પુરુષ વિહોણું, રહી માત્ર જૂજ મહિલાઓ

આ પણ વાંચોઃ હિમંતનગર-વિજાપુર રોડ પર સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું મોત

આ પણ વાંચોઃ દિવાળી તહેવારમાં હિમંતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે ખેલાયો ખૂની ખેલ