Ahmedabad News : અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રીના અધ્યક્ષપદે અમદાવાદ શહેરના ટ્રાફિક પ્રશ્નોના નિવારણ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેર અને પોલીસ કમિશનર અમદાવાદ શહેર ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફીકના પ્રશ્નો, ટ્રાફીક સમસ્યા અને તેના ઉકેલ માટે સંયુક્ત બેઠક યોજીને સુચના આપી હતી.અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને સ્થળ વિઝિટ કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનર અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીએ દર ૧૫ દિવસે મિટીંગ કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી.
તે ઉપરાંત દર મહિને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરએ મિટીંગ કરવાની તેમજ દર ૨ મહિને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને ગૃહરાજ્યમંત્રીને અહેવાલ આપવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ
આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી
