Surat News/ સુરતના પીએસઆઈની એક લાખની લાંચ લેતા ધરપકડ

અરજીના નિકાલ માટે લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયો

Top Stories Gujarat Surat

Surat News : સુરતના અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનનો એક પીએસઆી એક લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ની જાળમાં ફસાયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદી સામે સુરતના અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. આ અરજીની તપાસ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ લલીતકુમાર એમ.પુરોહિત કરી રહ્યો હતો.

દરમિયાન પીએસઆઈ પુરોહિતે ફરિયાદીનો સંપર્ક કરીને અરજી ફાઈલ કરીને તેનો નિકાલ કરવા તેની પાસે રૂ.1,00,000 ની લાંચ માંગી હતી. બીજીતરફ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ સુરતમાં રેલવે સ્ટેશન સામે બિસ્મીલ્લા હોટેલ નજીક જાળ બિછાવીને એક લાખની લાંચ લેતા પીએસઆઈ લલીતકુમાર પુરોહિતની રંગેહાથ ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:NCERTએ 10મા પુસ્તકમાં વધુ ફેરફારો કર્યા, લોકશાહી અને રાજકીય પક્ષો સાથે સંબંધિત પ્રકરણો હટાવ્યા

આ પણ વાંચો:સફળ થવાના આ રસ્તા ચાણક્ય નીતિ કરતા વધુ સારા, ખુશીઓ જરૂર મળશે

આ પણ વાંચો:શાળાઓમાં રમખાણો વિશે શીખવવાની જરૂર નથી, તે હિંસક નાગરિકો બનાવી શકે છે: NCERT ડિરેક્ટર સકલાની