Nadiad: નડિયાદના ગરબામાં ક્રિકેટર અક્ષર પટેલે (Akshar Patel) આરતી કરી છે. નવરાત્રિના નવદુર્ગા મહોત્સવમાં અક્ષર પટેલે હાજરી આપી માતાજીની પૂજા કરી હતી. અક્ષર પટેલે આરતી ઉતારીને માતાજીની આરાધના કરી હતી. મોટી સંખ્યામાં લોકો આરતીમાં હાજર રહ્યા હતા.
નવરાત્રિના પ્રથમ દિવસે જ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે માતાજીની આરતી ઉતારી હતી. તેની સાથે અન્ય ક્રિકેટર રીપલ પટેલે પણ આરતી ઉતારી માતાજીની આરાધના કરી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે નવદુર્ગા નવરાત્રી મહોત્સવમા પૂર્વ મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જીલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, નવરાત્રી મહોત્સવના આયોજકો સહિત મોટી સંખ્યામા ખેલૈયાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ માતાજીની નિયમિત આરાધના કરે છે. તે જ્યારે પણ નવરાત્રિ સમયે નડિયાદમાં હોય તો માતાજીની આરાધના કરવાનું ચૂકતો નથી. તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે પ્રવાસ ખેડતો હોય ત્યારે તેને સમય મળી શકતો નથી, પરંતુ નડિયાદમાં હાજરી હોય ત્યારે તે ચોક્કસપણે નવરાત્રિમાં ભાગ લે છે. માતાજીની આરાધના કરે છે.
નવરાત્રિમાં માતાજીની આરાધના કર્યા પછી અક્ષર પટેલ પત્ની સાથે ગરબે ઘૂમ્યો હતો. તેની સાથે તેના પરિવારજનો પણ ગરબે ઘૂમ્યા હતા. તેણે રાત્રે મોડે સુધી અહીં ગરબા ગાયા હતા. તેણે જણાવ્યું હતું કે તે નિયમિત રીતે ગરબા ગાય છે અને માતાજીની આરાધના કરે છે. આજે પોતે જે સ્થિતિએ છે તેના માટે તેના પર માતાજીની અસીમ કૃપા થઈ હોવાનું માને છે.
આ પણ વાંચો: નવરાત્રિમાં વરસાદ ભંગ પાડશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો: દ્વારકામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 6 લોકો સારવાર હેઠળ
આ પણ વાંચો: અદાણી ગ્રૂપ અને ગૂગલે Clean Energy માટે કરી ભાગીદારી, ભારત કઈ રીતે કરશે મદદ
