Surat News/ હકીકતમાં કળયુગ આવી ગયો છે,સુરતમાં માના જણ્યા ભાઈએજ પોતાની બહેન પર દુષ્કર્મ આચાર્યું

સુરતમાં ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભાઈ બહેનનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે જેમાં ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

Top Stories Gujarat Breaking News

Surat News: સુરતમાં ભાઈ-બહેનના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભાઈ બહેનનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે જેમાં ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. અને બહેન પણ ભાઈના કાંડા પર રાખડી બાંધીને  તેના લાંબા આયુષ્યની કામના કરતા હોય છે પરંતુ આ હેવાને તો પોતાનીજ બહેનને પોતાની હવસનો શિકાર બનાવી.  આપને જણાવી દઈએ આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે જ્યાંથી  ડીંડોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી  છે.

જેમાં ભાઈએ ક્રાઈમ પેટ્રોલ જોઈને બહેન ઉપર દુષ્કર્મ આચાર્યું હતું. ત્યાર બાદ થોડો સમય જતા સગીરાને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો જેની જાણ સગીરાએ તેના પરિવારને કરી હતી. જેથી તેની માતા તેને હોસ્પિટલ લઇ ગઈ હતી જ્યાં તબીબ પાસેથી જાણકારીમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જે સાંભળી તેની માતા ગભરાઈ ગઈ હતી. ત્યાર બાદ સમગ્ર ઘટના સામે આવી હતી અને આ મામલે ડિંડોલી પોલીસે તેની માતાની ફરિયાદ નોંધી હતી. તેમજ તેના સગાભાઈ સામે રેપ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.

આપને જણાવી દઈએ ડિંડોલી વિસ્તારમાં રહેતા આ પરિવારને બે બાળકો છે અને તેઓ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક 16 વર્ષનો દીકરો અને 14 વર્ષની દીકરી હતી. તે સમયે, 16 વર્ષના નાના ભાઈએ તેની બહેનની ઘરમાં એકલતાનો ફાયદો ઉઠાવ્યો અને પહેલા તેને ડેટ કરવાનું શરૂ કર્યું. જે બાદ તેના પર ત્રણ વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેથી સગીરા ગર્ભવતી થયાનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાની માતાએ તેના પુત્ર વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ કૃત્ય સગીરાના ભાઈએ કર્યું હોવાનું સગીરાએ જણાવ્યું હતું, જેની પાસેથી સગીરાના માતા-પિતાએ પૂછપરછ કરી હતી. તેમજ આ પછી સગીરાએ આખી વાત જણાવી હતી. તેમજ સગીર યુવકે આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના માંગરોળમાં ગેલેરીનો સ્લેબ પડતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચો:સુરતમાં જેનાથી આરોપીઓ થરથર કાંપે છે એ મહિલા કોન્સ્ટેબલની મમતા જોઈ ભાવુક થઈ જશો

આ પણ વાંચો:સુરતમાં દિકરાને ઝેરી દવા પીવડાવીને માતાની આત્મહત્યા