Gandhinagar News/ ગાંધીનગરના ચિલોડા પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે 7 લાખનો મદ્દામાલ ઝડપ્યો

પોલીસે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે ચિલોડાના પાલેજ ગામ આઈટીઆઈ ગેટની સામે કારમાં દારૂનો જથ્થો લઈને કેટલાક શખ્સો જઈ રહ્યા છે.. માહિતીને આધારે પોલીસે કાર અટકાવીને તપાસ કરતા અંદરથી રૂ.2,64,086 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

જોકે ચાર આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂનો જથ્થો અને કાર મળીને રૂ.9.64,086 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારના ડ્રાઈવર, માલિક, દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારા સહિત ચાર શખ્શોની શોધ હાથ ધરી છે. આ અંગે ચિલોડા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ

આ પણ વાંચો: વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ