Surat News/ સુરતમાં બારડોલી રોડ પર કાર ચાલકનું મોત, અન્ય સારવાર હેઠળ

યુવકો બારડોલી ખાતે ગરબા રમવા આવતા હતા.

Top Stories Gujarat Breaking News

Surat News: સુરતના (Surat) મોતા બારડોલી રોડ (Bardoli) પર કાર ચાલકે સ્ટિયરિંગ ગુમાવતા તેનું મોત નિપજ્યું છે, અને 4 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના મોતા બારડોલી રોડ પર ઉમરાખ ગામની હદમાં સ્વીફ્ટ કારનો અકસ્માતના (Car Accident) થતા સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. કાર ચાલક રોહને પેહલા કાર દીવાયડર સાથે ધડાકાભેર અથડાયા બાદ કાર પલ્ટી ઉંધી થઈ ગઈ હતી. ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. જેમાં સ્વીફ્ટમાં સવાર પાંચ લોકો પૈકી એકનું મોત થયું છે. યુવકો બારડોલી ખાતે ગરબા રમવા આવતા હતા.

સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલી વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ તપાસમાં કાર ચાલકનું નામ રેહાન મહોમ્મદનું હોવાનું ખુલ્યુ છે. ચાર ઈજાગ્રસ્તaને ઉમરાખની ટેકશાસ હોસ્પિટલ ખસેડાયા છે. ઈજાગ્રસ્ત રાજ નિલેશ જે ગોકુલમ ક્લબના મેનેજર તરીકે કામ કરે છે અને જયારે બીજો ઈજાગ્રસ્ત મોહસીન હુસેન શેખને સામાન્ય ઈજા પહોંચી છે.

પોસ્ટમોર્ટમ પછી બારડોલી પોલીસ મૃત્યુ પામેલાની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં થલતેજમાં સગીરે કરેલા કાર અકસ્માતમાં બાળકીનું મોત

આ પણ વાંચો:કાર અકસ્માતો વધવા પાછળ આ છે મહત્વનું કારણ, જાણો કારના આ ફીચર્સ વિશે

આ પણ વાંચો:જામનગરમાં ગોઝારો કાર અકસ્માત, દંપતીનું કમકમાટી ભર્યું મોત