Surat News/ માંડવીમાં આશ્રમશાળામાં આચાર્યએ વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરતા પોલીસ ફરિયાદ

સમગ્ર મામલે આશ્રમશાળાના અધિકારીને જાણ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: રાજ્યમાં વધુ એક લંપટ આચાર્યની (School Principal) કરતૂત સામે આવી છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષકની (Teacher) ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. માંડવી તાલુકાની (Mandvi Taluka) એક આશ્રમ શાળાની સગીરા સાથે થયા શારીરિક અડપલા થયા તે પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.

CHILD-RAPE

આશ્રમ શાળાના આચાર્યએ જ આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતાં. આચાર્ય પોતાના અંગત કામ માટે પણ બોલાવતો હતો. અગાઉ પણ એક સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા જેથી આચાર્યના ત્રાસથી છોકરીઓએ ગૃહમાતાને જાણ કરી હતી. સમગ્ર મામલે આશ્રમશાળાના અધિકારીને જાણ કરવામાં આવી હતી.

3 minor boys arrested for attempted rape of 4-year-old at school in  Uttarakhand - India Today

જેથી આદિજાતિ મદદનીશ કમિશ્નર ઘટનાસ્થળે પહોંચી તપાસ કર્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો આશ્રમશાળા ખાતે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ આચાર્ય યોગેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

સૌથી મહત્વની વાત એ કહી શકાય કે આચાર્ય યોગેશ પટેલ છોકરીઓની અલગ-અલગ ટીમ બનાવીને પોતાના કપડાં ધોવા માટે કે શરબત બનાવી આપવા માટે બોલાવતો હતો. અમુક છોકરીઓને મોકલી આપી હાજર છોકરીઓ સાથે શારીરિક અડપલા કરતો હતો. ભોગ બનનાર કેટલીક છોકરીઓએ હિંમત દાખવી પોતાની સાથે થયેલ કૃત્ય અંગે માહિતી આપતા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતાં.

@નલીન ચૌધરી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો, CCTVમાં કેદ થઈ ઘટના

આ પણ વાંચો:સ્કૂલ બેગ ભૂલવાની મળી ભયંકર સજા! નિષ્ઠુર શિક્ષકની કરતૂત જુઓ

આ પણ વાંચો:મહિલા શિક્ષકે વિદ્યાર્થી સાથે સેક્સ કર્યું, તેની પીઠ પર સ્ક્રેચના નિશાન છોડી દીધા