Banaskantha News/ બનાસકાંઠાના ડીસાના ગલાલપુરમાં પાટિયા પાસે અકસ્માત, બાઇક ચાલકનું મોત

બનાસકાંઠાના ડીસાના ગલાલપુરમાં પાટિયા પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા રેફરલમાં ખસેડવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના ડીસાના ગલાલપુરમાં પાટિયા પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા રેફરલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પહેલા બનાસકાંઠામાં થયેલા અન્ય અકસ્માતમાં નવરાત્રિમાંથી બાઇક પર પરત આવી રહેલા યુવકોને જોરદાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના કરૂણ મોત નીપજ્યા હતા. મોડી રાતે અઁધારામાં બાઈક અને ફોરચ્યુનર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનેરાના ખીંમત પાસે ફોર્ચ્યુનર ગાડી અને બાઈક વચ્ચે મોડી રાત્રે ભયાનક ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો.

આ સમગ્ર ઘટનાનો ઘટનાક્રમ એ પ્રકારનો હતો કે ગામેથી નવરાત્રિ જોઈ યુવકો પોતાના ગામ ઘાડા તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે સર્જાયો ફોરચ્યુનર કાર સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માતમાં બાઈક અને ફોર્ચ્યુનરના કુરચેકુરચા ઉડ્યા હતા. જોકે, અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થયો હતો.

અકસ્માતમાં બાઇક ઉપર સવાર 4 યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકનોના મૃતદેહને પીએમ અર્થે પાંથાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જેલ ફોર્ચ્યુનર ગાડીમાં દારૂની બે બોટલો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
જેથી કારચાલક દારૂના નશામાં હોવાનું પણ ચર્ચાય છે.

પોલીસે આ અંગે ગુનો નોંધીને ફોરચ્યુનર કારના માલિકને શોધ હાધ ધરી છે.

પંચમહાલ જિલ્લામાં બાઇક ચાલક બોલેરોને ભટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. હાલોલ સ્મશાન આગળ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાનને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં નવરાત્રીમાંથી પરત આવતા યુવકોની કારને અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો: બનાસકાંઠામાં અંબાજી નજીક અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત

આ પણ વાંચો: બનાસકાંઠામાં બે બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત, એકનું મોત