Not Set/ રેલ્વે પાસે જગ્યાના અભાવે ડીસામાં ખાતર સ્ટેશનની બહાર ખુલ્લામાં પડ્યું છે

બનાસકાંઠા જીલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસામાં દર વર્ષે બટાકાનું લાખો હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં ખેડૂતો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂરીયાત પડતી હોઈ છે…પરંતું રેલવે તંત્ર પાસે ખાતર રાખવાની જગ્યા ન હોવાથી સ્ટેશનની બહાર ખુલ્લામાં પડ્યું છે..જેના કરણે જો વરસાદ કે અન્ય કુદરતી આફતમાં તેના બગાડની સંભાવના છે. જેને લઇ આજે GNFC ના અધિકારીઓ અને […]

Uncategorized

બનાસકાંઠા જીલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસામાં દર વર્ષે બટાકાનું લાખો હેક્ટરમાં વાવેતર થાય છે. જેમાં ખેડૂતો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂરીયાત પડતી હોઈ છે…પરંતું રેલવે તંત્ર પાસે ખાતર રાખવાની જગ્યા ન હોવાથી સ્ટેશનની બહાર ખુલ્લામાં પડ્યું છે..જેના કરણે જો વરસાદ કે અન્ય કુદરતી આફતમાં તેના બગાડની સંભાવના છે. જેને લઇ આજે GNFC ના અધિકારીઓ અને રેલ્વેના અધિકારીઓ વચ્ચે શીત યુધ્ધ થયું હતું. ખાતર કંપનીના અધિકારીઓ આ ખાતર ઉતારવા માટેની વ્યવસ્થા માટેની માંગણી કરી રહ્યા છે. રેલવે તંત્રના અઘીકારીઓ નનૈયો ભણી રહ્યા છે.. ત્યારે ખેડૂતો માટેનું ખાતર હોવાથી ડીસાના સ્થાનિક ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ દોડી આવ્યા હતા. તેમને સરકારને આ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની માંગ સાથે ઉચ્ચસ્તરે રજુઆત કરવાની ખાત્રી આપી સરકાર પર બળાપો ઠાલવ્યો હતો.