Not Set/ ચીનના તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોક કરવાનો અને સાથે શાળાઓ ખાલી કરાવવાના આદેશ

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીર સરકારે હવે બે અલગ આદેશો જારી કર્યા છે. જેના કારણે ત્યાંના લોકોમાં ચિંતા વધી રહી છે. લદાખમાં થયેલી હિંસક અથડામણથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારના આદેશ બાદ લોકોમાં ચિંતા વધી ગઈ છે. ખરેખર, જમ્મુ-કાશ્મીરમાં સરકારે એલપીજી સિલિન્ડર બે મહિના માટે સ્ટોક […]

Uncategorized

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તણાવ વચ્ચે જમ્મુ-કાશ્મીર સરકારે હવે બે અલગ આદેશો જારી કર્યા છે. જેના કારણે ત્યાંના લોકોમાં ચિંતા વધી રહી છે.

લદાખમાં થયેલી હિંસક અથડામણથી ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારના આદેશ બાદ લોકોમાં ચિંતા વધી ગઈ છે. ખરેખર, જમ્મુ-કાશ્મીરમાં સરકારે એલપીજી સિલિન્ડર બે મહિના માટે સ્ટોક કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સુરક્ષા દળો માટે શાળા ખાલી કરાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં બીજો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. બીજા આદેશ મુજબ ગેન્ડરબલમાં સુરક્ષાદળો માટે શાળાના મકાનો ખાલી કરાવવા આદેશો આપવામાં આવ્યા છે. કાશ્મીરમાં ગેન્ડરબલ જિલ્લો લદ્દાખમાં કારગિલની બાજુમાં છે. આ સાથે જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ આ મામલે ટ્વીટ કર્યું છે કે સરકારના આદેશો કાશ્મીરમાં ગભરાટ પેદા કરી રહ્યા છે.