Bhavnagar News/ ભાવનગરમાં પીજીવીસીએલની બેદરકારીથી સ્થાનિકો પરેશાન

બેદરકારીથી સ્થાનિકો પરેશાન થયા હતા.

Top Stories Gujarat

Bhavnagar News: ભાવનગરમાં (Bhavnagar) પીજીવીસીએલની (PGVCL) બેદરકારીથી સ્થાનિકો પરેશાન થયા હતા. ગાયત્રી ફીડરમાં ફોલ્ટ આવતા વીજ પુરવઠો ખોરવાયો હતો. અંડરગ્રાઉન્ડ કેબલ ફાયર થતાં વીજ પુરવઠો બંધ થયો હતો. વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ગ્રાહકોએ કેટલીય ફરિયાદો કરી પરંતુ વીજ કંપનીના અધિકારીઓએ ફોન ન ઉપાડતા હોવાના આક્ષેપો કર્યા હતા.

રામેશ્વર મંદિર આસપાસ તેમજ ખોડિયાર રેસ્ટોરન્ટ લાઇન ચાર કલાક શરૂ થશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ફોલ્ટ સેન્ટરના કર્મચારી વાતોમાં મસ્ત જોવા મળ્યા હતા તેમજ ગ્રાહકોના કમ્પ્લેનના ફોન ઉપાડવા માટે તસ્દી લેવામાં આવતી નથી. ગાયત્રી ફીડરમાં ફોલ્ટ આવતા ત્રણ કલાક વીજ પુરવઠો ઠપ્પ થયો હતો.

જામનગરમાં (Jamnagar) લીમડાલેન વિસ્તારમાં કોંગ્રેસ ભુવનપાસે આવેલા ટ્રાન્સફોર્મર અને વીજ કેબલમાં આજે એકાએક સ્પાર્ક થયા પછી ભારે તણખા જર્યા હતા, અને ટ્રાન્સફોર્મર તેમજ કેબલ બળી જતાં આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજતંત્રની ટુકડીએ વરસતા વરસાદે વીજ ટ્રાન્સફોર્મર તેમજ કેબલ વગેરે બદલીને યુદ્ધના ધોરણે કામગીરી પાર પાડી હતી, અને વીજ પુરવઠો રાબેતા મુજબ બનાવ્યો છે.

સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી PGVCLને નુકસાન થયું છે. અત્યાર સુધી 12 સર્કલમાં 10000 ફીડર બંધ થયા અને હજી 218 ફીડર બંધ અન્ય ફીડર પૂર્વવત છે. વરસાદને પગલે 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તો બીજી બાજુ હાઈટેન્શન 35 કિમીની લાઈન પર રીપેરીંગ ચાલુ છે. 179 ટ્રાન્સફોર્મમાંથી 44 પેન્ડિંગ છે અન્ય કાર્યરત છે. 12 સર્કલમાં ટોટલ 750 ટીમ મેદાન પર છે. તેઓ કુલ 3500 જેટલાં અસરગ્રસ્ત વીજપોલમાં કામગીરી કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદથી PGVCLને નુકસાન,  13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

આ પણ વાંચો:જામનગરના લીમડા લેન ખાતે ચાલુ વરસાદે વિજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા વીજ પુરવઠો ખોરવાયો

આ પણ વાંચો:રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર કેરળમાં બંધ રહશે વીજ પુરવઠો,જાણો દાવા વિશે શું છે સત્ય