ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાને છે. મતદાનને લઇ લોકોમાં પણ સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ શહેરના રાણીપમાં તેઓ સામાન્ય વ્યક્તિની જેમ કતારમાં ઉભા રહ્યા હતા અને બુથ નંબર ૧૧૫ ખાતે કોમન મેન બનીને વોટીંગ કર્યું હતું.

મહત્વનું છે કે, આ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ, શંકરસિંહ વાઘેલા સહિત અનેક દિગ્ગજનેતાઓએ મતદાન કર્યું હતું.
