Vadodara News: વડોદરા (Vadodara)માં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરમાં વિધર્મી દ્વારા 12 સાયન્સની વિદ્યાર્થીની દુષ્કર્મની ઘટનાનો ભોગ બની. વિધર્મી શખ્સ સગીરાને ગરબા રમવા અને સાથે ફોટો પડાવવા ટોર્ચર કરતો હતો. આ મામલે પીડિતની માતાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના માંજલપુરમાં ધોરણા 12માં અભ્યાસ કરતી સગીરા દુષ્કર્મનો ભોગ બની. સગીરાને વિધર્મી યુવક દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવી. માંજલપુરના ગરબા મેદાનમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દિવાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. આ ફરિયાદ મુજબ આરોપી વાજીદશા દિવાને સગીરાને ગયા મહિને બે વખત મિત્રના ઘરે લઇ જઇને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. માંજલપુરમાં સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી યુવક સગીરાને ટોર્ચર કરતો હતો. સગીરા માંજલપુર વિસ્તારમાં જ્યાં ગરબા રમવા જાય ત્યાં આરોપી વાજીદશા દિવાન પણ પહોચી જતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા સમયે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પોલીસે આરોપી વાજીદશા દિવાન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
આ પણ વાંચો:અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત
આ પણ વાંચો:સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ
આ પણ વાંચો:હિંમતનગરમાં લસ્સીમાંથી જીવાત નીકળતા ગ્રાહક બગડ્યો
