Mahesana News/ મહેસાણાના કડી નજીક ખાનગી કંપનીમાં 9 શ્રમિકોના મોતનો મુદ્દો

ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામના એક જ પરિવારના 2 ભાઈઓના મોત

Top Stories Gujarat Others

Mahesana News : મહેસાણાના કડી નજીક ખાનગી કંપનીમાં 9 લોકોના મોતની ઘટનામાં એક જ પરિવારના બે ભાઈઓના મોત પણ નીપજ્યા હતા. આ ઘટનામાં બે ભાઈઓના એક સાથે મોત નીપજતા ગામમાં અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બન્ને ભાઈઓ ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામના રહેવાસી હતા.બન્ને ભાઈોના મૃતદેહ કાળી મહુડી ગામમાં લાવીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે દશેરા (Dussera) ના પર્વે મહેસાણાના (Mahesana) કડીમાં (Kadi) કરૂણાંતિકા સર્જાઇ હતી. કડી તાલુકાના જાસલપુર ગામની (Jasalpur) સીમમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લિ.માં કામ કરતી વખતે માટીની ભેખડ પડતાં 9 મજૂરોના દટાઈ જવાથી મોત નિપજ્યા છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ સર્જાઇ હતી.

બાદમાં ઘટનાસ્થળે JCBની મદદથી દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્યારે ઘટનાસ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. આખરે રેસ્ક્યૂ કામગીરી પૂર્ણ થઇ છે અને ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા છે જ્યારે એક શ્રમિકનો આબાદ બચાવ થયો છે. આમા એક જ કુટુંબના ચાર સભ્યોના મોત થયા હતા. આ ઉપરાંત નણંદ અને નણદોઈના પણ મોત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાના કડીમાં રેશનિંગનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ

આ પણ વાંચો: કડીમાં સગીરા પર દુષ્કર્મ, યુવાને ફોટા પાડી વાયરલ કરવાની આપી હતી ધમકી

આ પણ વાંચો: ઈન્ટરવ્યુ લેનાર વ્યક્તિનું અંગ્રેજી સાંભળીને ઇન્ટરવ્યુ લેનારે પકડી લીધું માથું પછી…