Gandhinagar News/ ફૂડસેફ્ટી પખવાડિયું ઉજવણી 2024, ભેળસેળિયા સામે થશે આકરી કાર્યવાહીઃ ઋષિકેશ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના  તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે (RushikesH Patel) જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Cm Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળીના  તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડિયું (Food Safety Week) ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગ રૂપે રાજ્યવ્યાપી દરોડા:રૂ. 4.5 કરોડ થી વધુનો શંકાસ્પદ ખાદ્ય ચીજનો જથ્થો જપ્ત કરાયો છે.

તેમણે ઉમેર્યુ હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના કારોબાર સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ 1,755 એન્ફોર્સમેન્ટ નમૂના અને 3,731 સર્વેલન્સ નમૂના એમ કૂલ 5,486 નમૂનાઓ લેવામાં આવ્યા જયારે 2,423 ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા છે.

આ ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન અલગ-અલગ જગ્યાઓ પર ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન 56 લાખથી નાગરિકો માટે 640થી વધુ જાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા અને પાટણ ખાતેથી રૂ. 1.39 કરોડનો 45.5 ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ ખાનગી બાતમીના આધારે મહેસાણામાં કડી ખાતે બુડાસમ ખાતે આવેલી મે. હરિઓમ પ્રોડક્ટ્સને ત્યાં ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. મે. જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા. સ્થળ ઉપર તપાસ દરમ્યાન તંત્ર ની ટીમ ને ફોરેન ફેટ, પામોલીન તેલ અને ઘી પણ મળી આવેલ જેનાથી પ્રાથમિક દ્રષ્ટિ એ ઘીમાં ભેળસેળ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. આથી સ્થળ પરથી હાજર જવાબદાર વ્યક્તિ રામુ ડાકુરામ ડાંગી ની હાજરીમાં કૂલ ૬ નમૂના લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો કૂલ  રૂ. 1.25 કરોડનો 43,100 કિગ્રાનો જથ્થો કે જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલ નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલાની પેઢીમાંથી ભેળસેળવાળા ઘીનું ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળતા તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા લેબલ વગરનો ઘી નો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે સ્થળ પરથી માલિકની હાજરીમાં કૂલ ૧૧ શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા છે જયારે અંદાજીત કિંમત આશરે રૂ. 14.30 લાખનો બાકીનો ૨૪૦૦ કિ.ગ્રા.થી વધુ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 50 ક્વિન્ટલ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો

આ પણ વાંચો: ફૂડ સેફ્ટીમાં FSSAIનાં નિયમોથી કંઈ નહીં થાય, અમને કાયદો ઘડવાની છૂટ આપોઃ AMC

આ પણ વાંચો: વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે: ખાદ્યપાનની આ ચીજવસ્તુઓને કહી દો Bye Bye