Ahmedabad News: અમદાવાદમાં વાડજમાં બાળકીના અપહરણનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાંચ વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકીના કુટુંબનું ધ્યાન જતાં યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું ખૂલ્યું છે. પોલીસે અપહરણનું કારણ અને માનસિક બીમારી બંનેને જોડીને આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વાડજમાં આવી જ ઘટના થોડા વર્ષ પહેલા બની હતી. તેમા ચાર વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જૂના વાડજમાં 4 વર્ષની બાળકી સાથે પડોશી યુવકે દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કરિયાણાની દુકાનમાં પૂરી લેવા ગયેલી આ બાળકીને પડોશી યુવક ઘરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ જ વખતે બાળકીની માતા તેને શોધી રહી હતી ત્યારે જ બાળકી પડોશી યુવાનના ઘરમાંથી મળી આવતા ભાંડો ફૂટ્યો હતો.
બાળકી પાછી ન ફરતા માતા અને નાનીએ તેની શોધખોળ શરૂ કરી તો પડોશી યુવકના ઘરેથી મળી, માતાની ફરિયાદને આધારે પોલીસે યુવકની ધરપકડ કરી હતી. આરોપી યુવકે બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરી ઈજા પહોંચાડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. તે સમયના વાડજ પીઆઈએ જણાવ્યું હતું કે બાળકી હોસ્પિટલમાં છે જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ/ નારોલમાં પૈસાની લેતી-દેતીમાં બાળકીનું અપહરણ
આ પણ વાંચો: અમદાવાદ / અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ કરનાર આરોપી ત્યાં જ બિન્દાસ ફરતો ઝડપાયો
