Not Set/ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 14ના મોત, 3 ગંભીર

ધોળકાથી 14 કિલોમીટર દુર આવેલા વાલખેરા ગામ પાસે રાત્રિના બાર વાગ્યે છોટા હાથી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જ્યો આ અકસ્માતમા 14 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે 3 લોકો ગંભીર હોવાથી સારવાર અર્થે અમદાવાદ હૉસ્પિટલ ખસેડાયા હતાં.પોલીસ તેમજ ડોક્ટર્સની ટીમ.તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હતી. રાજકોટ નજીક આવેલા સૉંખડા ગામનાં એક જ પરિવારના […]

Uncategorized

whatsapp-image-2016-11-05-at-8-45-41-am

ધોળકાથી 14 કિલોમીટર દુર આવેલા વાલખેરા ગામ પાસે રાત્રિના બાર વાગ્યે છોટા હાથી અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જ્યો આ અકસ્માતમા 14 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે 3 લોકો ગંભીર હોવાથી સારવાર અર્થે અમદાવાદ હૉસ્પિટલ ખસેડાયા હતાં.પોલીસ તેમજ ડોક્ટર્સની ટીમ.તાત્કાલિક ઘટના સ્થળે પોહચી હતી. રાજકોટ નજીક આવેલા સૉંખડા ગામનાં એક જ પરિવારના લોકો દર્શનાર્થે પાવાગઢ ગયા હતા ત્યારે પાવાગઢથી પરત ફરતી વખતે ધોળકા હાઇવે પર વાલખેરા ગામ નજીક છોટા હાથી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા 14 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં વધું 3 લોકો ગંભીર હોવાથી સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતાં અને પીએમ અર્થે ખસેડાયા હતાં પીએમ બાદ 14 લોકોના મૃતદેહ ને અશ્રુભીની વિદાય આપી હતી.આ બનાવની જાણ થતા રાજયમત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઘટના સ્થળે પહોચ્યા હતાં.સૉંખડા ગામ સજ્જડ બંધ રાખી શોકમય બન્યુ છે. સૉંખડા ગામનાં સરપંચ દવારા અંતિમવિધી સમયે ડૉક્ટરની ટીમ હાજર રાખવા સરકાર પાસે માંગ કરાઇ છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામનાર

(૧) જગદિશભાઈ બાબુભાઇ  વનાળીયા, ઉંમર વર્ષ ૩૨
(૨) સાગરભાઈ માવજીભાઈ જીન્જરીયા,ઉંમર વર્ષ ૯
(૩) દામજીભાઈ તેજાભાઈ સરવૈયા,ઉંમર વર્ષ ૩૫
(૪) દિલીપભાઈ ભાણાભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૨૮
(૫)  મેહુલભાઈ ભુપતભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૯
(૬)  જયેશભાઈ ભલાભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૨૫
(૭)  રમેશભાઈ ભુપતભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૧૭
(૮)  લાલો શીવાભાઈ આંબાભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૧૭
(૯)  રમેશભાઈ ભીખુભાઈ સરવૈયા,ઉંમર વર્ષ ૩૫
(૧૦)  જયદિપભાઈ હરજીભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૪૪
(૧૧) સંજયભાઈ વિનુભાઈ રાઠોડ,ઉંમર વર્ષ ૨૩
(૧૨)  જીતેશભાઈ માવજીભાઈ ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૨૦
(૧૩)  રસિકભાઈ રવજીભાઈ મેઘાણી,ઉંમર વર્ષ ૨૩
(૧૪)  શીવાભાઈ આંબાભાઈ  ઝીન્ઝરીયા,ઉંમર વર્ષ ૪૦

તમામ રહેવાસી સોખડા ગામ, તા.જી. રાજકોટ