Ahmedabad News/ ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો

અમદાવાદમાં હવે નકલી આર્બિટ્રેટર ઝડપાયો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં નકલી પોલીસ અને નકલી અધિકારી બાદ નકલી ઝડપાયો છે. આ નકલી આર્બિટ્રેટર સિટી સિવિલ કોર્ટની સામેથી જ ઝડપાઈ ગયો હતો. આર્બિટ્રેટર બનીને તેણે અનેક નકલી ઓર્ડર આપ્યા હોવાનું તપાસમાં બહગાર આવ્યું છે. તપાસમાં મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના વ્યક્તિએ નકલી ઓર્ડર આપ્યા હોવાનું બહાર આવ્યું છે.

વધુ તપાસમાં ગાંધીનગરમાં રહેતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચન નામના શખ્સે પોતાની આર્બિટ્રેટર તરીકે મિમણૂક કરીને પાલડીની ટી.પી.નંબર-6ની સરકારી જમીન બાબુજી છનાજી ઠાકોરની હોવાનું ઠરાવ્યું હતું.ઉપરાંત પોતે જ જજ arbitration હોવાનું તથા કોર્ટ જેવો માહોલ તથા વકીલો તથા સ્ટાફ ઊભા કરી ગેરકાયદેસર એવોર્ડ ઊભો કરતો હતો. ઉપરાંત આવા ગેરકાયદેસર એવોર્ડ ની અમલવારી સારું સીટી સિવિલ કોર્ટ માં દરખાસ્ત દાખલ થતાં સરકારી વકિલ વી.બી. શેઠ ના ઓએ હાજર થઈ નામદાર કોર્ટનુધ્યાન દોર્યું હતું કે કલેકટર તથા બાબુજી છનાજી ઠાકોર વચ્ચે કોઇ તકરાર નાં નિવારણ અર્થે કાયદા માન્ય arbitration નો કરાર થયેલ નથી.

વધુ માં કલેકટર અને બાબુજી વચ્ચે ની તકરાર નાં નિવારણ માટે ભારત ની કોઈ અદાલતે મોરીશ સેમ્યુઅલ ક્રિશ્ચયનને, arbitrator તરીકે નીમેલ ન હોવા છતાં જાતે પોતાને arbitrator તરીકે નીમી સરકારી જમીન બાબુજી છનાજી ઠાકોર નો હોવાનો ગેરકાયદેસર એવોર્ડ પાસ કરી કોર્ટ માં ખોટી દરખાસ્ત દાખલ કરેલ છે આથી સિટી સિવિલ કોર્ટ ના નામદાર જજ જે એલ ચોવટીયા સાહેબનાઓ દ્રારા આવા બનાવટી arbitrator વિરૂદ્ધ ફરિયાદ નો હુકમ કર તા કારંજ પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી તેમજ નામદાર કોર્ટ દ્વારા હુકમની એક નકલ કલેક્ટર તથા સરકારને મોકલી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે વરસાદના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતને સહાય ચૂકવાશે

આ પણ વાંચો: બનાસકાંઠાઃ વાવાઝોડાના કારણે ભારે નુકસાન, થરાદમાં જાદલા ગામે ભારે પવન લઈ ચંદના વૃક્ષો ધરાશાયી, ખેતરમાં 4 વિઘાથી વધુની જમીનમાં વાવ્યા છે ચંદના વૃક્ષો, 550 વૃક્ષોમાંથી 60- 80

આ પણ વાંચો: ખેડૂતોને રાહતઃ કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાનો પ્રારંભ