Gandhinagar News: દર દિવાળીએ (Diwali) સામાન્ય ગૃહિણીઓએ તેલના ભાવવધારાનો ડામ તો સહન કરવો જ પડતો હતો. આ વખતે હવે તેમા તેલ (Oil) ની સાથે શાકભાજી (Vegetables) ના ભાવે ઉમેરો કર્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં લગભગ દરેક શાકભાજીનો ભાવ પ્રતિ કિલો રૂ. 100ને વટાવી ગયો છે. આના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
શિયાળાની સિઝનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, તેથી રાજ્યમાં વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તી હોય છે, પરંતુ આ વર્ષે તોફાની વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે, જેના કારણે બજારમાં શાકભાજીની અછત સર્જાઈ છે. ખાસ કરીને ધાણા, આદુ, ટામેટા અને ડુંગળી જેવા શાકભાજીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં નવરાત્રિના દિવસો સુધી વરસાદ પડ્યો હતો, જેના કારણે શાકભાજીના પાકને ભારે અસર થઈ છે. ઘણા વિસ્તારોમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેતરોમાં પાક સુકાઈ ગયો છે અને અનેક ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. ખાસ કરીને ધાણા, ટામેટા અને આદુ જેવા નાશવંત શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક બરબાદ થયો છે. મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયા છે
લીલા વટાણા 140 રૂપિયા પ્રતિ કિલો, જુવાર 100 રૂપિયા અને લીંબુ પણ 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયું છે. ગવારની કિંમત 130 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ચોળી 120 રૂપિયામાં વેચાઈ રહી છે. એકાએક ભાવ વધારાથી લોકોને શાકભાજી ખરીદવી મુશ્કેલ બની ગઈ છે. ઉપરાંત, ભીંડ 70 રૂપિયા, કાકડી 60 રૂપિયા, રીંગણ 70 રૂપિયા અને બટાટા 35 રૂપિયામાં ઉપલબ્ધ છે. કાકડીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
તહેવારો નજીક છે અને દિવાળી સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી બજારમાં પૂરતા પ્રમાણમાં શાકભાજી નહીં મળે ત્યાં સુધી આ ભાવ મોંઘા જ રહેશે. જેથી હવે લોકોને મોંઘા ભાવે શાકભાજી ખરીદવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો: જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં શાકભાજીના ભાવ 40થી 50 ટકા વધ્યો
આ પણ વાંચો: તમામ શહેરોમાં ટામેટા કેમ મોંઘા થઈ રહ્યા છે? 3 અઠવાડિયામાં કિંમતોમાં 700 ટકાનો વધારો
આ પણ વાંચો: દિવાળીના તહેવાર ટાણે શાકભાજીનાં વધ્યાં ભાવ, મધ્યમ વર્ગનું ખોરવાયું બજેટ
