Ahmedabad News/ અમદાવાદની ટ્રાફિક સમસ્યા દૂર કરશે શહેરની વચ્ચે બનનારો બ્રિજ

રેલવે વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લીધો છે. 400 કરોડ રૂપિયા ખર્ચે સારંગપુર બ્રિજ ફોર લેન બનાવવામાં આવશે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News:  રેલવે વિભાગ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજને ફોર લેન બનાવવાનો નિર્ણય લીધો છે. 400 કરોડ રૂપિયા ખર્ચે સારંગપુર બ્રિજ ફોર લેન બનાવવામાં આવશે. જે માટે રેલવે વિભાગ અને અને AMC 50-50 %ના ખર્ચે ભોગવશે. જે અનુસંધાને AMC રાજ્ય સરકાર પાસેથી બ્રિજની ગ્રાન્ટ પણ માગશે

વર્તમાન સમયમાં જો કોઈ શહેરની મોટામાં મોટી સમસ્યા પૈકીની જો એક ગણીએ તો તે છે ટ્રાફિકની. વધતા વાહનો સામે સાંકડા બનતા રસ્તાઓના કારણે અમદાવાદ જેવા મેટ્રો શહેરની હાલત ટ્રાફિકના કારણ કથળી રહી છે. જ્યાં લોકો વાહન લઈને નીકળતા પહેલા ટ્રાફિકનો વિચાર કરે છે. ત્યારે કેટલાક અંશે વહીવટી તંત્ર પણ આ સમસ્યાને હલ કરવા પ્રયત્ન પણ કરે છે. ત્યારે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

વધતી ટ્રાફિકની સમસ્યા

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો રોજ બરોજ વધી રહ્યો છે. સિગ્નલ, ટ્રાફિક પોલીસ, નિયમો, કેમરા સહિતની સુવિધાઓ છે. પરંતુ વાહન ચાલકોની ‘ચાલાકી’, સાંકડા બનતા રસ્તાઓ અને વધતા વાહન વ્યવહારના કારણે આ મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. જો કે, બીજી તરફ આ સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર પણ શક્ય પ્રયત્ન કરે છે. મેટ્રો, AMTS, જેવી સુવિધા કારણે સામાન્ય રસ્તાઓ પર ભારણ ઘટ્યું છે. પરંતુ જે પૂરતુ ન જ કહી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવા કરી માંગ

આ પણ વાંચો: સરકારે ખેડૂતોને 10 હજાર કરોડની સહાય ન કરી તો ગામડે-ગામડે આંદોલનઃ કોંગ્રેસ

આ પણ વાંચો: કમોસમી વરસાદના લીધે મોરબીના રાજપર ગામના ખેડૂતોના પાકને ભારે નુકસાન