Surat News : સુરતમાં કાપડના વેપારીઓ પાસેથી માલ લઈને ઉઠમણું કરનારા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જેમાં સુરતના સારોલી પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. સારોલી પોલીસે આ કેસમાં મહેશ શર્મા નામના શખ્સની દરપકડ કરી છે. આરોપીએ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો માલ ખરીદ્યો હતો.
જેમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે હવે મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં આરોપી લાખોની કિંમતનો માલ ઉધાર પેટે ખરીદીને રાતોરાત ઉઠમણુ કરીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ
આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
