Rajkot News/ રાજકોટ પછી હવે સુરતમાં હોટેલોને બોમ્બથી ઉડાડવાની મળી ધમકી

બોમ્બ મળવાની ધમકીએ હવે નવું સ્વરૂપ પકડ્યું છે.  એરલાઇન્સોને ફ્લાઇટ ઉડાડવાની મળતી ધમકી હવે સીધી જમીન પર આવી ગઈ છે. હવે હોટેલોને બોમ્બ ઉડાડવાની ધમકી મળી રહી છે.

Gujarat Rajkot Breaking News

Rajkot News: બોમ્બ મળવાની ધમકીએ હવે નવું સ્વરૂપ પકડ્યું છે.  એરલાઇન્સોને ફ્લાઇટ ઉડાડવાની મળતી ધમકી હવે સીધી જમીન પર આવી ગઈ છે. હવે હોટેલોને બોમ્બ ઉડાડવાની ધમકી મળી રહી છે. બની શકે કે હોટેલે કદાચ ખાવાનું સારું બનાવ્યું ન હોય, તેના ખાવામાં જીવાત આવી હોય પણ તેના કારણ તેને બોમ્બ ઉડાડવાની ધમકી તો ન આપી શકાયને.

રાજકોટ બાદ હવે સુરતમાં પણ હોટલમાં બોમ્બનો ઇ-મેઈલ આવ્યો હતો. સુરતની લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો હતો. ઈમેઈલ મળતા જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ. સુરત શહેર પોલીસે લા મેરેડીયન હોટલમાં તપાસ શરૂ કરી છે.. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્કવોડને પણ બોલાવામાં આવી છે.

મહત્વનું છે કે રાજકોટમાં ગઇ કાલે 5 સ્ટાર હોટેલસહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા દોડધામ મચી ગઇ હતી. રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચારથી ચકચાર મચી ગઈ હતી. વિગતો મુજબ રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિત હોટેલને એક સાથે મેઈલ આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ ગઇ હતી અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ સાથે કોણે મેઈલ કર્યો છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.. જોકે તપાસ દરમ્યાન કોઇ જ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિવાળી ટાણે જ તેલના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં કેમિકલ લીક થતા 2નાં મોત, 7 કર્મીઓ ગંભીર હાલતમાં

આ પણ વાંચો: ગિરનાર રોપવેના ભાડામાં રૂ.100 નો વધારો કરતા ભક્તોને ફટકો