Ahmedabad News : શહેરના માણેકચોક સાંકડી શેરી ખાતે આવેલ શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાનમાં ઘરફોડ ચોરીની ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પૈકી બે આરોપીઓ ની ધરપકડ કરી છે.માણેકચોક સાંકડી શેરી માં આવેલ શ્રી ગોલ્ડ આર્ટ નામની જવેલર્સની દુકાન માં ચોરી ના ગુના ને ત્રણ ચોરો દ્વારા અંજામ આપવવામાં આવ્યો હતો જે ઘટનાની ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખી બે આરોપીઓની ધરપકડ કરી છે .
જેમાં આરોપી ચોર સંજય વૈષ્ણવ અને શૈલેષ ઉર્ફે લાલો જાદવ ની ધરપકડ કરી છે જે બંને કલોલ ગાંધીનગરના રહેવાસી છે. જ્યારે વોન્ટેડ આરોપી શિનટુ ઉર્ફે બંગાળી ચક્રવતી શાહપુર અમદાવાદનો રહેવાસી છે. આરોપીઓએ ભેગામળી જવેલર્સની દુકાનમાં ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓની 50 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની પળેપળની ખબર મેળવો
આ પણ વાંચો:જયારે અનંત અંબાણીના લગ્નમાં રાજકીય દિગ્ગજો પહોંચ્યા ત્યારે ક્યાં હતા રાહુલ ગાંધી? જુઓ
આ પણ વાંચો:આ છે મુકેશ અંબાણીનો ફેવરિટ નાસ્તો, તમે ટ્રાય કર્યો છે?
