Ahmedabad News/ વસ્ત્રાલમાં બની રહેલા શાક માર્કેટનો રહીશોએ કર્યો વિરોધ, MLAને કરી રજૂઆત

સ્થાનિકો રાત્રે 11 વાગ્યે MLAના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)માં વસ્ત્રાલ(Vastral)માં સોસાયટીની બાજુમાં બની રહેલા શાક માર્કેટનો રહીશોએ વિરોધ કરતા MLA બાબુસિંહ જાદવે રજૂઆત સાંભળી ઉકેલ લાવવાની બાંહેધરી આપી છે.

શહેરનો વ્યાપ વધતો જાય તેમ તેમ નવા બાંધકામની જરૂર પડતી હોય છે, જીવન જરૂરી વસ્તુ માટે પ્રજાએ લાંબા ન થવું પડે તે માટે કોર્પોરેશન અને સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરાતા હોય છે. અમદાવાદમાં વસ્ત્રાલમાં નજીકના ગામડાઓમાંથી શાકભાજીઓ લાવી વધુ વેચાણ કરવા, ખેડૂતોને બજાર મળી રહે તે માટે શાક માર્કેટ (Agri Market) બનાવવાની તૈયારીઓ કરાઈ રહી છે. પરંતુ અહીં રહેતા લોકો ખાસ કરીને વસ્ત્રાલની ચિત્રકૂટ બંગ્લોઝ, વેદાંત ફ્લેટ, નીલકંઠ સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે.

સોસાયટીની બાજુમાં શાક માર્કેટ બને તો ગંદકીનું પ્રમાણ વધે, દૂષણ વધે તેથી પાણી પહેલા પાળ બાંધવાની રહીશોએ શરૂઆત કરી છે. માહિતી મુજબ રહીશોએ જુલાઈ મહિનામાં પોલીસને, કોર્પોરેટરને જાણ કરી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. બાદમાં 2 મહિના અગાઉ પણ  પોતાની રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં આખરે વસ્ત્રાલના રહીશો રાત્રે 11 વાગ્યે MLAના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા. રહીશોએ જણાવ્યું કે કાઉન્સિલરે અમારીની રજૂઆત ન સાંભળતા MLAને રજૂઆત કરવી પડી છે. રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોએ MLAનો સહારો લીધો છે. MLA બાબુસિંહ જાદવે રજૂઆત સાંભળી નિરાકરણની બાંહેધરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મળ્યા

આ પણ વાંચો:અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકીટોના કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો : છ ટિકીટ કબજે